News of Friday, 21st November 2025
મોરબીમાં રેડીમેઇડ કપડાના વેપારી યુસુફભાઇ ગોપલાણીનું અગ્નિસ્નાન
કેરોસીન છાંટી કાંડી ચાંપીઃ માનસિક બિમારી કારણભુત હોવાનું પરિવારનું કથનઃ ગંભીર રીતે દાઝી જતાં રાજકોટ સારવારમાં

રાજકોટ તા. ૨૧: મોરબીમાં પૂલ ગલી શક્તિ ચોકમાં રહેતાં યુસુફભાઇ ઇબ્રાહીમભાઇ ગોપલાણી (ઉ.વ.૫૮) નામના કપડાના વેપારીએ રાતે સાડા બારેક વાગ્યે શરીરે કેરોસીન રેડી કાંડી ચાંપી અગ્નિસ્નાન કરી લેતાં ગંભીર રીતે દાઝી જતાં મોરબી સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.
યુસુફભાઇ ચાર ભાઇ અને એક બહેનમાં બીજા છે. તેમના સગાએ કહ્યું હતું કે તેઓ રેડીમેઇડ કપડાનો વેપાર કરે છે. જો કે તેમને માનસિક તકલીફ થઇ ગઇ હોઇ તેની દવા ચાલુ છે. આ બિમારીથી કંટાળી જઇને આ પગલુ ભર્યુ છે. હોસ્પિટલ ચોકીના અમૃતભાઇ મકવાણા, યુવરાજસિંહ પરમાર, રવિભાઇ, પ્રતાપભાઇ સહિતે મોરબી બી-ડિવીઝન પોલીસને જાણ કરી હતી.
(11:48 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
