<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 21st November 2025

જુનાગઢ પોલીસ દ્વારા ખાનગી વાહનો સામે કાર્યવાહી પોલીસ લખેલા બોર્ડ અને બ્‍લૂફિલ્‍મ સામે લાલ આંખ

જૂનાગઢ, તા.૨૧: તાજેતરમાં થયેલ દિલ્‍હી ખાતે લાલ કીલ્લા નજીક કારમાં બ્‍લાસ્‍ટ થયાનો બનાવ બનવા પામેલ હોય તેમજ ભુતકાળમાં પણ અલગ-અલગ જગ્‍યાએ બોમ્‍બ બ્‍લાસ્‍ટના ગંભીર બનાવો બનેલ જે ધ્‍યાને લેતા આવો કોઇ બનાવ બને નહી.જેથી રાષ્‍ટ્રીય સુરક્ષા સલામતીને ધ્‍યાને લઇ તમામ વાહનોમાં ફરજીયાત આર.ટી.ઓ. માન્‍ય નંબર પ્‍લેટ લગાડવી. ફોર-વ્‍હિલરમાં બ્‍લેક ફિલ્‍મ લગાડવી ગેરકાયદેસર છે. તેમજ વધુમાં કેટલાક વાહનોમાં POLICE તેમજ વિવિધ પ્રકારના હોદાઓ કે ઓળખ દર્શાવતા બોર્ડવાળા વાહનોમાં આવા બોર્ડ રાખવા ગેરકાયદેસર છે. જે અનુસંધાને (૧) મારૂતી સ્‍વિફટ કાર રજી.નં.GJ-૦૩-FK-૪૩૯૫ ના ડ્રાઇવર વિરુધ્‍ધ પોતાની કબ્‍જાની સ્‍વિકટ કારમા આગળના ભાગે POLICE લખેલુ બોર્ડ લગાડેલ હોય જેથી જુનાગઢ શહેરના સી-ડિવિઝન પોલીસ સ્‍ટેશન ખાતે બી.એન.એસ. કલમ ૨૦૪ મુજબ ગુન્‍હો દાખલ કરવામાં આવેલ છે. (૨) મહીન્‍દ્રા સ્‍કોર્પિયો કાર રજી.નં GJ-૩૬-AR-૦૦૧૮ ડ્રાઇવરે પોતાની કબ્‍જાની સ્‍કોર્પિયો કારમા બ્‍લેક ફિલ્‍મ લાગડેલ હોય જેથી ભવનાથ પોલીસ સ્‍ટેશન ખાતે એમ.વી.એકટ ૨૦૭ મુજબ વાહન ડીટેઇન કરવામાં આવેલ છે. તેમજ અગાઉ પણ બી-ડિવિઝન પોલીસ સ્‍ટેશન ખાતે ફોર વ્‍હિલ ચાલક વિરુધ્‍ધ POLICE લખેલું બોર્ડ લગાડવા બાબતે બી.એન.એસ. કલમ ૨૦૪ મુજબ ગુન્‍હો દાખલ કરવામાં આવેલ છે.

ના.પો.અધિ.જુનાગઢની કચેરી ખાતે ડી.વાય.એસ.પી. શ્રી હિતેષ ધાંધલ્‍યાના અધ્‍યક્ષ સ્‍થાને જુનાગઢ શહેરના અલગ-અલગ વિસ્‍તારોમાં નંબર પ્‍લેટો, નેઈમ પ્‍લેટો,બ્‍લેક ફિલ્‍મ તથા હાઇ-બીમવાળી લાઇટની એસેસરિઝ બનાવતાતેમજ વેચાણ કરતા પેઇન્‍ટરો તથા દુકાનદારોને બોલાવી મીટીંગ કરવામાં આવેલ જેમાં વાહનોમાં POLICE તેમજ વિવિધ ઙ્કકારના હોદાઓ કે ઓળખ દર્શાવતા બોર્ડ લગાવી ન દેવાની કે બનાવી ન દેવા દુકાનદારોને સમજ કરવામાં આવેલ હતી. અને જાહેર જનતાને નંબર પ્‍લેટ વગરના વાહનો બ્‍લેક ફિલ્‍મ લગાડેલ વાહનો તેમજ POLICE તેમજ વિવિધ પ્રકારના હોદાઓ કે ઓળખ દર્શાવતા બોર્ડ ન લગાડવા જણાવવામાં આવે છે. તેમજ આગામી સમયમા પણ આવા પ્રકારના વાહનો વિરુધ્‍ધ કડકાઇપૂર્વક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે

 

(12:24 PM IST)