<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 21st November 2025

વેરાવળમાં મકાનમાંથી બોમ્‍બ મળ્‍યો : અંતે નકલી હોવાનું ખુલતા રાહત

ઓનલાઇન વિડીયો જોઇને મકાન માલીકે નકલી બોમ્‍બ બનાવ્‍યો હોવાનું ખુલ્‍યુ : પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ

 

 

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા. ર૧ :  ગીર સોમનાથ જીલ્લાના વેરાવળમાં  ભાલકા વિસ્‍તારમાં બોમ્‍બ મળી આવતા પોલીસ દોડતી થઈ હતી. તપાસના અંતે આ બોમ્‍બ નકલી હોવાનું ખુલતા સૌ કોઇએ રાહતનો શ્વાસ લીધો હતો.

પ્રાપ્ત માહિતી મુજબ વેરાવળના ભાલકા વિસ્‍તારમાં એક મકાનમાં બોમ્‍બ હોવાની જાણ પોલીસને થતા પોલીસ દોડતી થઈ હતી.

જો કે આ બોમ્‍બ અંગે તપાસ કરતા ઓનલાઈન વિડિઓ જોઈ મકાન માલિકે નકલી બોમ્‍બ બનાવ્‍યો હોવાનું જાણવા મળ્‍યું હતું.

મકાન માલિકે થોડાક સમય અગાઉ આ બોમ્‍બ બનાવી મકાનમાં મૂકી દીધેલ હતો અને તાજેતરમાં મકાન ભાડે આપતા સફાઈ કરવા આવેલ ભાડુઆતને બોમ્‍બ ધ્‍યાને આવતા પોલીસને જાણ કરાઈ હતી.

ઘટનાએ પગલે ડોગ સ્‍ક્‍વોર્ડ,ગ્‍ઝઝલ્‍ સહિતની સુરક્ષા એજન્‍સીઓ દોડતી થઈ હતી જ્‍યારે અંતે નકલી બોમ્‍બ નીકળતા સ્‍થાનિકો અને અધિકારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો. જો કે તેમ છતાં મકાન માલીકની પુછપરછ હાથ ધરવામાં આવી છે.  (૯.ર૪)

(12:30 PM IST)