<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 21st November 2025

મોરબીમાં ગૃહમંત્રીના પ્રવાસ કાર્યક્રમ રૂટના ૧૦૦ મીટરના એરીયામાં ‘નો ડ્રોન, નો ફલાય ઝોન'

 

મોરબી, તા. ૨૧: કેન્‍દ્રીય ગૃહહમંત્રી અમિતભાઈ શાહ દરિયાલાલ ચેમ્‍બર્સની સામે, ભક્‍તિનગર સર્કલ, શકત શનાળા રોડ, મોરબી, તા.જિ.મોરબી ખાતે ‘શ્રી કમલમ્‌' નાં લોકાર્પણ માટે પધારનાર હોય, તેઓ “Z+ CRPF WITH ASL PROTECTEE” મુજબની સુરક્ષા કવચ ધરાવે છે. જેથી તેમની સલામતીને ધ્‍યાને લઇ, તેમના  પ્રવાસ રૂટ ઉપર તથા કાર્યક્રમ સ્‍થળ ખાતે ‘નો ડ્રોન' તથા અન્‍ય UAV (Unarmed Aerial Vehicle) ‘નો ફલાય ઝોન' અંગેનું જાહેરનામું બહાર એસ.જે.ખાચર, અધિક જિલ્લા મેજીસ્‍ટ્રેટ, મોરબી દ્વારા પાડવામાં આવ્‍યું છે.

બપોરે ૧૫:૦૦ કલાકે કેન્‍દ્રીય ગળહમંત્રી અમિતભાઈ શાહના મોરબી જિલ્લાના સમગ્ર પ્રવાસ કાર્યક્રમ દરમિયાન પ્રવાસ રૂટ ઉપર તથા હેલીપેડ (જોગ અન્નક્ષેત્ર સેવા આશ્રમની સામે, રવાપર ઘુનડા રોડ, મોરબી, તા.જિ.મોરબી)ની આજુબાજુના ૯૦૦ મીટરના એરીયામાં તેમજ કાર્યક્રમ સ્‍થળ (‘શ્રી કમલમ', દરિયાલાલ ચેમ્‍બર્સની સામે, ભક્‍તિનગર સર્કલ, શકત શનાળા રોડ, મોરબી, તા.જિ.મોરબી)ની આજુબાજુ સમગ્ર વિસ્‍તારમાં ‘નો ડ્રોન' કે જેમાં રીમોટ કંટ્રોલ સંચાલિત કેમેરા લગાડેલા ડ્રોન અથવા એરીયલ મિસાઇલ, હેલીકોપ્‍ટર, રીમોટ કંટ્રોલ માઇક્રોલાઇટ એરક્રાફટ કે પેરાગ્‍લાઇડર જેવા સંશાધનો ચલાવવા પર મનાઈ ફરમાવાઈ છે. આ હુકમનો ભંગ કરનાર વ્‍યકિત ભારતીય ન્‍યાય સંહિતા-ર૦ર૩ ની કલમ-રર૩ મુજબ શિક્ષાને પાત્ર થશે. આ જાહેરનામાની અમલવારી રાત્રે ૨૪:૦૦ સુધી અમલમાં રહેશે

(1:32 PM IST)