<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 21st November 2025

મોરબીના આંદરણા ગામે સરપંચ-ઉપસરપંચ સહીત ૨૦૦ યુવાનો આમઆદમી પાર્ટીમાં જોડાયા

 

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી, તા. ૨૧: ગુજરાતમાં અગાઉ ભાજપ અને કોંગ્રેસ વચ્‍ચે સીધી ટક્કર જોવા મળતી હતી પરંતુ હવે આમ આદમી પાર્ટી ધીમે ધીમે પોતાનો પગ પેસારો કરી રહી છે.

મોરબી તાલુકાના આંદરણા ગામમાં સરપંચ નિતેશભાઈ ચાવડા અને ઉપસરપંચ અનિલભાઈ મારવાણીયા સહીત ૨૦૦ યુવાનોએ આમ આદમી પાર્ટીમાં પ્રવેશ કર્યો છે આંદરણા ગામમાં ભાજપ તરફી મતદાન થતું હોવાનું ગામના અગ્રણીઓ જણાવી રહ્યા છે જોકે હવે ભાજપથી મોહ ભંગ થતો હોય તેમ આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે ૨૦૦ જેટલા કાર્યકરો આમ આદમી પાર્ટીમાં જોડાયા છે અને આપ નેતાઓ પોતાનું સંગઠન મજબુત બનાવી રહ્યા છે. (

(1:21 PM IST)