<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 21st November 2025

પોરબંદર ચેમ્‍બરના વહીવટમાં ગરબડ સંબંધે ૨૬ ટ્રસ્‍ટીઓની સામે ફોજદારીને બદલે નોટીસો?

નોટીસો પાઠવેલ ટ્રસ્‍ટીઓમાંથી મોટાભાગના ભાજપના કાર્યકતાઓ?: જરૂર પડયે જનહિત માટે ઉચ્‍ચ ન્‍યાયકીય સહારો લેવાની બસપાના દિનેશભાઇ માંડવિયાની ચીમકી

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા.૨૧: ચેમ્‍બર ઓફ કોમર્સના વહીવટમાં ગરબડ અને સંસ્‍થા દ્વારા ગેરકાયદે બાંધકામ અંગે આક્ષેપો અને ફરિયાદો બાદ ચેમ્‍બરની ૨૬ ટ્રસ્‍ટીઓને ચેરીટી કમીશનર કચેરી દ્વારા નોટીસો પાઠવી છે જે સામે બહુજન સમાજ પાર્ટીના અગ્રણી અને સામાજિક કાર્યકર દિનેશભાઇ માંડવિયાએ જણાવેલ કે ચેમ્‍બરના ટ્રસ્‍ટીઓમાં મોટાભાગના ભાજપના કાર્યકર્તાઓ તેમજ આક્ષેપ થયેલ ટ્રસ્‍ટીઓ સામે ફોજદારી કાર્યવાહીને બદલે માત્ર નોટીસથી સંતોષ માનવામાં આવ્‍યો છે.જેથી જરૂર પડયે જનહિત માટે ઉચ્‍ચ ન્‍યાયકિય સહારો લઇશું.

બસપાના અગ્રણી દિનેશભાઇ માંડવિયાએ જણાવેલ કે સંયુક્‍ત ચેરીટી કચેરી, રાજકોટ તરફ થી પોરબંદર ચેમ્‍બર ઓફ કોમર્સના ૨૬ ટ્રસ્‍ટીઓને ફોજદારી કેસ માંડતા પહેલા એક તક આપવા માટે નોટીસ પાઠવામાં આવેલ છે. પરંતુ હાલ ૨૧ ટ્રસ્‍ટીઓ હયાત છે. આ સંસ્‍થાના મોટાભાગના ટ્રસ્‍ટીઓ ભાજપાના કાર્યકર્તા અને વિવિધ ઉચ્‍ચ હોદાઓ ભાજપમાં ભોગવી ચૂકેલ છે.

અગ્રણી દિનેશભાઇ માંડવિયાએ  સંયુક્‍ત ચેરીટી કમિશનર મદદનીશ ચેરીટી કમિશનરશ્રીના અહેવાલ પછી આ ટ્રસ્‍ટીઓ સામે ફોજદારી કેસ માંડવાને બદલે નોટીસ કાઢેલ છે. આ પ્રકારની નોટીસો જાણવા મળતી વિગતો મુજબ છેલ્લે ૧૯૮૨ માં આપવામાં આવેલ હતી ! સામાન્‍ય રીતે જેતે મદદનીશ ચેરીટી કમિશનરના હુકમ બાદ ફોજદારી કેસ માંડવાની પરમીશન આપવામાં આવતી હોય છે. આ સમગ્ર પ્રકરણની બહુજન સમાજ પાટી દ્રારા ગંભીર નોંધ લેવામાં આવી છે અને આ પ્રકારે ભ્રષ્ટાચાર ચિંતાનો વિષય છે.

 આ સમગ્ર  બાબતે બહુજન સમાજ પાર્ટી કાયદા વિભાગ સહીત સબંધિત વિભાગોને આ અંગે જાણ કરશે અને જરૂર પડયે જન હિત માટે ઉચ્‍ચ ન્‍યાય પાલિકાનો સહારો લેશે? તેમ બહુજન સમાજ પાર્ટીના અગ્રણી દિનેશભાઇ માંડવીયાની એક યાદીમાં જણાવેલ છે

(1:28 PM IST)