News of Friday, 21st November 2025
ભુપેન્દ્રભાઈ પટેલ સોમવારે જામનગરમાં 225 કરોડના ખર્ચે તૈયાર થયેલ સૌરાષ્ટ્રના સૌથી મોટા ઓવરબ્રિજ નું લોકાર્પણ
કલેકટર કેતન ઠક્કર, કમિશનર ડી.એન મોદી, ડીડીઓ અંકિત પન્નુ, જિલ્લા પોલીસવાળા રવિ સૈનિ, ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા સહિતના દ્વારા સમીક્ષા

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૨૧ : મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સોમવારે જામનગર ખાતે આવી રહ્યા છે ત્યારે સૌરાષ્ટ્રના સૌથી મોટા ઓવરબ્રિજનું લોકાર્પણ કરવાના છે.
આ ઉપરાંત જામનગર મહાનગરપાલિકાની પાણીની લાઈનો, સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, ભૂગર્ભ ગટરો તેમજ જિલ્લા પંચાયત તેમજ ગ્રામ હાટના વિકાસ કાર્યો ઉપરાંત સૌરાષ્ટ્રની સૌથી મોટી જીજી હોસ્પિટલના કામોના ખાતમુહુર્ત લોકાર્પણ કરવાના છે.
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અંદાજિત 6.23 કરોડના વિકાસ કાર્યોના લોકાર્પણ ખાતમુર્હુત કરવા જામનગર આવી રહ્યા છે તેઓ જે રૂટથી પસાર થવાના છે તે ઉપરાંત જ્યાં જાહેર સભા સંબોધન કરવાના છે તે સ્થળની અધિકારીઓએ મુલાકાત કરી સમીક્ષા કરી છે.
જામનગરના ધનવંતરી ઓડિટોરિયમ ખાતે કાર્યક્રમની તૈયારીઓ માટે કલેકટર કેતન ઠક્કર, કમિશનર ડી.એન મોદી, ડીડીઓ અંકિત પન્નુ, જિલ્લા પોલીસવાળા રવિ સૈનિ, ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા સહિતના ઉચ્ચ અધિકારીઓએ મુલાકાત લીધી હતી અને સમીક્ષા કરી હતી.(તસ્વીર : કિંજલ કારસરીયા, જામનગર)
(2:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
