<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 21st November 2025

પોરબંદરના નાગકા ગામે સરકારી જમીન પર ગેરકાયદે ચાલતી ખાણો પર મોટી કાર્યવાહી : 1.70 કરોડનો મુદામાલ જપ્ત

ગામ નજીક થી 15 સ્થળ પર અચાનક ચેકિંગ : નાગકા ગામેથી 24 ચકરડી, 2 જનરેટર મશીન, 3 ટ્રક, 5 ટ્રેક્ટર, 2 જે સી બી મશીન 2 હિટાચી મશીન સહિત કુલ 38 વાહનો અને મશીનરી કબજે કરાઈ

પોરબંદરના નાગકા ગામે સરકારી જમીન પર ગેરકાયદે ચાલતી ખાણો પર તંત્રે બોલાવી તવાઈ. ખાણ અને ખનિજ વિભાગ દ્રારા ગેરકાયદે ખાણો પર તવાઈ બોલાવતા ભૂમાફિયા ભૂગર્ભમાં ઉતરી ગયા. ગામ નજીક થી 15 સ્થળ પર અચાનક ચેકિંગ દરમિયાન મોટાપાયે મશીનરીથી થતી ખનિજ ચોરીનું કૌભાંડ બહાર આવ્યું.હતું 

ચેકિંગ દરમિયાન નાગકા ગામેથી 24 ચકરડી, 2 જનરેટર મશીન, 3 ટ્રક, 5 ટ્રેક્ટર, 2 જે સી બી મશીન 2 હિટાચી મશીન સહિત કુલ 38 વાહનો અને મશીનરી કબજે કરાઈ જેની અંદાજે કિંમત 1.70 કરોડ થાય છે.

જોકે હજુ જમીન માપણી ચાલે છે અને કરોડો રૂપિયાની બિલ્ડિંગ લાઈમ સ્ટોનની ખનીજ ચોરીનો આંકડો સામે આવે તેવી શક્યતાઓ છે.

(9:21 PM IST)