હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Saturday, 22nd November 2025
પોરબંદરના છાયા વિસ્તારમાં રખડતા આખલાનો આતંક : મહિલાને હવામાં ફંગોળતા ગંભીર ઇજા : સારવાર દરમિયાન મોત
સમગ્ર ગંભીર ઘટનાના CCTV ફૂટેજ પણ વાયરલ થયા જેના કારણે શહેરમાં રખડતા ઢોરના પ્રશ્ન પર ફરી સવાલો ઊભા થયા

પોરબંદરના છાયા વિસ્તારમાં રખડતા આખલાનો આતંક જોવા મળ્યો, જ્યાં એક રખડતા આખલાએ એક મહિલાને અડફેટે લીધી હતી. ઘરની બહાર નીકળેલી આ મહિલાને આખલાએ હવામાં ફંગોળી હતી, જેના કારણે તેમને ગંભીર ઈજાઓ થઈ હતી. ઇજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. આ સમગ્ર ગંભીર ઘટનાના CCTV ફૂટેજ પણ વાયરલ થયા છે, જેના કારણે શહેરમાં રખડતા ઢોરના પ્રશ્ન પર ફરી સવાલો ઊભા થયા છે.
(1:08 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
