News of Saturday, 22nd November 2025
ખેડાના માતરમાં ઇથેનોલ ભરેલું ટેન્કર પલટ્યું: વિસ્ફોટ થવાનો ભય
નડિયાદ અને ખેડાથી ફાયરની ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી: પોલીસ અને મામલતદાર સહિતના અધિકારીઓ સુરક્ષાની કામગીરીનું નિરીક્ષણ કરી રહ્યા છે.

ખેડાના માતરમાં વારૂકાંસ પાલ્લા રોડ પર ગ્રીન ફ્યુઅલ કંપનીનું ૪૦,૦૦૦ લીટર ઇન્ફ્લેમેબલ ઇથેનોલ ભરેલું ટેન્કર પલટી જતાં ગંભીર સ્થિતિ સર્જાઈ છે. જ્વલનશીલ ઇથેનોલનું લીકેજ સતત ચાલુ હોવાથી સહેજ પણ સ્પાર્ક થતાં ભયંકર વિસ્ફોટ થવાનો ખતરો છે. પરિસ્થિતિને નિયંત્રિત કરવા માટે નડિયાદ અને ખેડાથી ફાયરની ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી છે, જ્યાં પોલીસ અને મામલતદાર સહિતના અધિકારીઓ સુરક્ષાની કામગીરીનું નિરીક્ષણ કરી રહ્યા છે.
(1:10 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
