<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 22nd November 2025

વિદ્યાર્થીઓમાં વિવિધ પ્રકારના કૌશલ્યનો વિકાસ થાય તે માટે ઔદ્યોગિક સંસ્થાઓ સતત કાર્યરત:કુંવરજીભાઈ બાવળીયા

અમરેલીની ઔદ્યોગિક તાલીમ સંસ્થાની કુંવરજીભાઈએ મુલાકાત લીધી:આઈ.ટી.આઈ ખાતે સંચાલિત ફીટર, ઇલેકટ્રિશ્યન, કોમ્પ્યુટર લેબ (કોપા) સહિતના વિવિધ ટ્રેડની મુલાકાત લઈને વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરી અઞાઉ પોતે પણ શિક્ષક હતા તેની યાદો તાજી કરી

(વિજય વસાણી દ્વારા)ગાંધીનગર તા.22 : કેબીનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ અમરેલી સ્થિત ઔદ્યોગિક તાલીમ સંસ્થાની  મુલાકાત લઈ સંસ્થાના વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરી માહિતી મેળવી હતી.

 

અમરેલી આઈ.ટી.આઈ.ખાતે હાલ ફીટર,ઇલેકટ્રીક,વાયરમેન સહિતના વિવિધ ટ્રેડ કોર્ષ ચાલે છે જેમાં જિલ્લાના વિદ્યાર્થીઓ થિયરી અને પ્રેક્ટિકલ અભ્યાસની મદદથી વિવિધ કૌશલ્યોનો વિકાસ કરી રહ્યા છે ઉપરાંત અહીં વિદ્યાર્થીઓને સ્વરોજગારી મળે તે પ્રકારના વિવિધ ટ્રેડ કોર્ષનુ શિક્ષણ પણ આપવામાં આવે છે. 

 

મુલાકાત દરમિયાન કુંવરજીભાઈએ સંસથા ખાતે સંચાલિત ફીટર, ઇલેકટ્રિશ્યન, કોમ્પ્યુટર લેબ (કોપા)સહિતના વિવિધ ટ્રેડની મુલાકાત લઈને વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરા વિદ્યાર્થીઓને અભ્યાસ, શિક્ષણકાર્ય, નિયમિતતા વગેરે બાબતે સહજભાવે સવાલો પૂછ્યા હતા. 

 

તેમણે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, જિલ્લા રોજગાર કચેરી, આઈ.ટી.આઈ અમરેલીના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી જરૂરી સુચના અને જીલ્લામાં જરૂરી સુવિધાઓ વિશે જાણકારી મેળવી સુચનો કર્યા હતી મિશન મંગલમ હેઠળ કાર્યરત સખી મંડળો, જિલ્લા રોજગારી કચેરી હેઠળ આયોજિત રોજગાર મેળા સહિતની સંબંધિત બાબતોની વિસ્તૃત જાણકારી પણ મેળવી હતી.

 

કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું હતુ કે ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ થકી વિદ્યાર્થીઓમાં કૌશલ્ય વિકાસને બળ મળી રહ્યું છે. સ્વરોજગારીનું સપનું સાકાર કરતા વિવિધ ટ્રેડ કોર્ષની આજે બજારમાં માંગ છે ત્યારે ઔદ્યોગિક એકમોમાં જે પ્રકારના કૌશલ્યની જરૂર છે તે પ્રકારે આઈ.ટી.આઈ સંસ્થાઓ ખાતે વિવિધ ટ્રેડ કોર્ષ કાર્યરત છે. 

 

જિલ્લામાં સ્વસહાય જૂથની બહેનોને રોજગારી મળી રહે તે માટે ગ્રામહાટ શરૂ કરવા, બહેનો જાગૃત્ત થાય, આઈ.ટી.આઈ સંસ્થાઓ ખાતે સંચાલિત વિવિધ ટ્રેડ કોર્ષની જાણકારી અને માર્ગદર્શન યુવાઓને મળી રહે તે માટે જનજાગૃત્તિ સહિતના મુદ્દાઓ પર કુંવરજીભાઈ બાવળીયાએ ઉપસ્થિત સૌ અદિકારીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. 

 

મુલાકાત સમયે અમરેલી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક જાડેજા,જિલ્લા રોજગાર અધિકારી,આઈ.ટી.આઈ સંસ્થાના આચાર્ય તેજલબેન ભટ્ટ અને સંસ્થાના સર્વે સ્ટાફ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

(9:26 AM IST)