News of Saturday, 22nd November 2025
મેંદરડાના હિટ એન્ડ રનના ગુન્હાનો ફરાર આરોપી ચાલાલાના ધાવાનો ચાલક ઝડપાયો

જુનાગઢ, તા., રરઃ મેંદરડા પો.સ્ટે.માં દાખલ થયેલ હિટ એન્ડ રનના ગુનાના આરોપીને શોધી કાઢવા માટે કાર્યવાહી હાથ ધરેલ જેમાં ફરીયાદી વિજયભાઈ ભનુભાઇ રાબડીયા રહે. કેનેડીપુર વાળાના માતા લાભુબેનને કોઈ અજાણ્યો વાહનચાલક પુરપાટ ઝડપે વાહન ચલાવી અડફેટે લઈ ગંભીર ઇજાઓ કરી મોત નિપજાવી નાશી ગયેલ હોય જેથી આરોપી શોધી કાઢવા માટે ટીમો બનાવી સીસીટીવી ફુટેજ તપાસી તથા ટેકનીકલ અને હ્યુમન સોર્સથી તપાસ કરી આ કામના આરોપી અશ્વીન ચનાભાઇ સાંખટ કોળી, રહે ધાવા ગીર તા.તાલાલા વાળાને ઊપરોકત ગુનામા વપરાયેલા વાહન સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
આ કામગીરી મેંદરડા પો.સ્ટેના પો.ઈન્સ. પી.સી. સરવૈયા તથા એએસ આઈ દિવ્યેશભાઈ પરમાર, એ.એસ.આઈ દિવ્યરાજસિંહ પરમાર, પો.કોન્સ ભગીરથસિંહ ચુડા, પો.કોન્સ. રણજીતસિંહ સિસોદીયા, પો.કોન્સ. રાકેશસિંહ બચુભાઈ, વિગેરે સ્ટાફ દ્વારા સાથે મળી કરવામાં આવેલ છે. (
(1:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
