<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 22nd November 2025

બંગાળની ખાડીમાં આજે લો પ્રેશર બન્‍યુ

વાવાઝોડુ ‘સેન્‍થાર' બને તેની પૂર્વભૂમિકા સ્‍વરૂપે : પછી વેલમાર્ક લોપ્રેશર બની ર૪ નવેમ્‍બરે ડીપ્રેશન બનશે ર૬ તારીખે આ સીસ્‍ટમ ચક્રવાત બનવાની સંભાવના

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર, તા. રરઃ ભર શિયાળે બંગાળની ખાડીમાં એક વાવાઝોડું બનવાની જે સંભાવના હવે નિશ્ચિત ગણાઇ રહી છે તે અંગે આઇએમડી દ્વારા આજે રર નવેમ્‍બરે બંગાળની ખાડીમાં આકાર લઇ રહેલી વાવાઝોડાની સીસ્‍ટમની બાલ્‍યાવસ્‍થા અથવા તો પૂર્વભૂમિકા સ્‍વરૂપે સીસ્‍ટમ આજે લો પ્રેશર બની ચુકેલ છે. બાદમાં ક્રમશઃ આ સીસ્‍ટમ વધુ મજબૂત બનતી જશે.

લો પ્રેશર બાદ તે વેલમાર્ક લો પ્રેશર બનીને ર૪ નવેમ્‍બર આસપાસ આ સીસ્‍ટમ ડીપ્રેશનનું સ્‍વરૂપ લેશે. પછી ડીપ ડીપ્રેશન અને ત્‍યાર બાદ ર૬ નમેમ્‍બર આસપાસ આ સીસ્‍ટમ વાવાઝોડુ ‘સેન્‍યાર' બની બંગાળની ખાડીમાં ધુમરાવા માંડશે. સ્‍કાયમેટના મહેશ પલાવત રીસર્ચ મુજબ આ ચક્રવાત નવેમ્‍બરના અંત ભાગે, અંતિમ દિવસે અથવા ડીસેમ્‍બરની પહેલી-બીજી તારીખે લેન્‍ડફોલ કરશે. મહેશ પલાવત વધુમાં જણાવે છે કે વિવિધ વેધર મોડેલો આ સેન્‍યાર ચક્રવાત ના ટ્રેક, લેન્‍ડફોલ વિષે મત મતાંતર ધરાવે છે. આંધ્ર પ્રદેશ અથવા ઓડિસા તો એક મોડેલ બાંગ્‍લાદેશ આસપાસ આ વાવાઝોડું લેન્‍ડ ફોલ કરે તેવું દર્શાવે છે. ર૪ નવેમ્‍બરે આ સીસ્‍ટમ ડીપ્રેશન બન્‍યા બાદ જ તેનો ટ્રેક નિヘતિ થઇ શકે છે.

વાવાઝોડાની દિશા-ટ્રેક કઇ તરફ રહેશે ? લોકોમાં હવે એ જાણવાની ઉત્‍કંઠા વધી રહી છે.

આ સીસ્‍ટમ ડીપ્રેશનથી ડીપ ડીપ્રેસન કેટેગરીએ મજબૂત બનીને ચક્રાવત બનશે જ, તેવુ આઇએમડી દ્વારા હજુ સતાવાર જાહેર કરાયું નથી જે મારે રાહ જોવી રહી. આ લોપ્રેશર સીસ્‍ટમ જેમ વધુ મજબુત બનશે તેમ પવનોની દિશામાં બદલાવ લાવશે.

(11:57 AM IST)