<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 22nd November 2025

પાટડીમાં જાહેરમાં વેપારીઓને છરી બતાવી ધમકી આપી

વઢવાણ તા.૨૨: પાટડી વિસ્‍તારમાં કાયદો અને વ્‍યવસ્‍થાની પરિસ્‍થિતિ કથળી હોય તેવા દ્રશ્‍યો સામે આવ્‍યા છે. સ્‍થાનિક બજારમાં આવારા તત્‍વો બેફામ બન્‍યા છે અને જાહેરમાં વેપારીઓને ડરાવી-ધમકાવીને દંગલ મચાવી રહ્યા છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્‍તારના વેપારીઓમાં ભયનો માહોલ ફેલાયો છે. સૌથી ગંભીર બાબત એ છે કે આ આવારા તત્‍વો જાહેરમાં છરી જેવા તીક્ષ્ણ શષાો બતાવીને વેપારીઓને ધમકીઓ આપી રહ્યા છે. એક તરફ જિલ્લામાં હથિયારબંધીનો કાયદો લાગુ છે, તેમ છતાં પાટડીમાં આવા તત્‍વો બેરોકટોક શષાો લઈને ફરી રહ્યા છે અને કાયદાનો તેમને જરાય ડર નથી. પાટડીના વેપારીઓ અને નાગરિકોએ સ્‍થાનિક પોલીસ અને ઉચ્‍ચ અધિકારીઓ સમક્ષ આ આવારા તત્‍વો પર તાત્‍કાલિક અને કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. વેપારીઓ ઈચ્‍છે છે કે પોલીસ આ તત્‍વોને પકડીને કાયદાનું ભાન કરાવે જેથી તેઓ બજારમાં શાંતિથી અને નિર્ભય બનીને પોતાનો વ્‍યવસાય કરી શકે. જો તાત્‍કાલિક પગલાં લેવામાં નહીં આવે તો વેપારીઓ વધુ મોટા પગલાં લેવાની ચીમકી પણ આપી રહ્યા છે.

(12:06 PM IST)