તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 22nd November 2025
દાઉદી વ્હોરા સમાજના ધર્મગુરૂની કાલે વીંછિયા બોટાદમાં પધરામણી
જ્યાફત મજલીસ નિકાહ કદમબોસી મિસાક, પગલાંનું આયોજન

જસદણઃતા.૨ર, દાઉદી વ્હોરા સમાજના ૫૩માં દાઈ સર્વોચ્ચ ધર્મગુરુ નામદાર ડો. સૈયદના અબુ જાફરૂસ્સાદિક આલિક્દર મુફદ્દલ સૈફૂદ્દીન (ત.ઉ.શ.) રવિવારે પ્રથમ વીંછિયા અને ત્યારબાદ બોટાદ જશે અને ત્યાં રાત્રિ રોકાણ કરી તેઓ સૌરાષ્ટ્રના અન્ય ગામોનો પ્રવાસ આગળ વધારશે.
ડો. સૈયદના સાહેબ ગત તા.૧૯ ના રોજ સૌરાષ્ટ્રના ૧૩ ગામના પ્રવાસે મુંબઈથી જામનગર પધારેલ હતાં તેઓએ જામનગર,પડધરી, વાંકાનેર, સાયલા, લીંબડી જેવા ગામોમાં પધરામણી કરી આજે તેઓ ચૂડામાં છે અને રાણપુરમાં રાત્રિ રોકાણ બાદ તેઓ કાલે સવારે વીંછિયા આવશે અને ત્યાંથી તેઓ બોટાદ જઈ ત્યાં રાત્રિ રોકાણ કરશે અને ત્યાંથી દામનગર, લાઠી, ચિત્તલ, અમરેલી, બાબરા. ચોટીલાનો પ્રવાસ આગળ ધપાવશે
જે ગામોમાં સૈયદના સાહેબ પધરામણી કરે છે ત્યારે ભીડ એટલી ઉમટે છે કે પોલીસ તંત્રની સાથે તેમની અંગત સિકયોરિટીને પણ ગુલાબી ઠંડીમાં રીતસરનો પરસેવો છૂટી જાય છે ત્યારે કાલના વીંછિયા અને બોટાદના પ્રવાસમાં પોતાનાં અબાલ વળદ્ધો અનુયાયીઓને આરામથી દર્શન થાય તે માટે વિવિધ જમાતએ આગવી તૈયારી શરૂ કરી દીધી છે બન્ને ગામોમાં વ્હોરા ભાઈ બહેનોની જબરી ભીડ દર્શનાથે ઉમટશે એવી આયોજકોની ધારણા છે
તેઓ એક વિશ્વ પ્રવાસી છે વળદ્ધાવસ્થા છતાં પોતાના અનુયાયીઓને મળવા માટે દેશ વિદેશનો તેમનો પ્રવાસ ચાલતો રહે છે દાઉદી વ્હોરા સમાજના શિક્ષણ, આરોગ્ય રહેઠાણ વેપાર રોજગાર અંગે તેઓ સતત કામગીરી કરે છે અને સમાજના નબળાં લોકોને મદદરૂપ બને છે આવા અનેક કાર્યોને લક્ષમાં લઈને તેમને દેશ વિદેશમાંથી અનેક માન ઇકરામો મળેલ ખુદ શ્રી મોદીએ એકવાર નહી પરંતુ અનેકવાર તેમના દરેક કામોની સિદ્ધિ જાહેરમાં વખાણેલ છે.
(12:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
