તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 22nd November 2025
સોમવારે ટીંબીમાં માનવસેવા હોસ્પિટલનાં પ્રણેતા પૂ. નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજની આઠમી નિર્વાણતિથિ મહોત્સવ
ગુરુવંદના, ધૂન-સંકીર્તન, પૂ. નિર્દોષાનંદ સ્વામીજી મહારાજની પ્રતિમાની ષોડશોપચારવિધિથી પૂજનવિધિઃ પૂજ્ય સ્વામીજીનાં કળપાપાત્ર સદશિષ્ય સ્વામી શ્રી ભોલાનંદ સરસ્વતીજી મહારાજ અને સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજ ગુરુભક્તિમય અમળતવાણી રજૂ કરશે

રાજકોટ તા.૨૨: પોતાનાં સંપૂર્ણ જીવનને ત્યાગ, સેવા, સદાચાર, તિતિક્ષા અને સાદગી દ્વારા સનાતનધર્મના નવજાગરણ માટે શિવચરણે સમર્પિત કરી જનાર પ્રખર સંન્યાસી સંતપ્રવર પૂ. સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજે સ્વ-જીવનનાં ઉત્તરાર્ધમાં ભાવનગર જિલ્લાનાં ટીંબી મુકામે અવિરતપણે દર્દીનારાયણની નિઃશુલ્ક અને નિષ્કામ આરોગ્યસેવા કરવાનાં હેતુથી ‘‘માનવસેવા હોસ્પિટલ''નું નિર્માણ કરાવ્યું હતું. એટલું જ નહિ પોતાનાં જીવનનાં છેલ્લા શ્વાસ આ ટીંબી ગામનાં આંગણે લઈને પોતાનો નશ્વર દેહ ટીંબી ગામને આંગણે છોડીને વ્યાપક શિવતત્ત્વમાં ભળી ગયા અને જગતનાં જીવોને દર્દીનારાયણની નિઃશુલ્ક આરોગ્યસેવા દ્વારા મુક્તિનો માર્ગ બતાવતા ગયા એ પરમ પુરુષાર્થી અને પરમાર્થવાદી સંતની આઠમી મહાનિર્વાણતિથિ મહોત્સવનું આયોજન તા.૨૪ ને સોમવારે ટીંબી ગામમા કરવામાં આવ્યું છે.
આ પ્રસંગે સવારે ૮ વાગ્યે ગુરુવંદના, ધૂન-સંકીર્તન, ૯ કલાકે પૂ. નિર્દોષાનંદ સ્વામીજી મહારાજની પ્રતિમાની ષોડશોપચારવિધિથી પૂજનવિધિ કરવામાં આવશે. પૂજ્ય સ્વામીજીનાં કળપાપાત્ર સદિ્શષ્ય સ્વામી શ્રી ભોલાનંદ સરસ્વતીજી મહારાજ અને સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજ ગુરુભક્તિમય અમળતવાણી વહાવીને શ્રોતાજનોને લાભાન્વિત કરશે. ત્યારપછી મહાનુભાવોનાં સન્માન અને પ્રાસંગિક વક્તવ્યો બાદ કાર્યક્રમનાં સમાપન પછી ઉપસ્થિત તમામ ધર્મપ્રેમી શ્રોતાજનો, મહેમાનો વગેરેને સમૂહ ભોજન-મહાપ્રસાદ કરાવવામાં આવશે.
પૂજ્ય સ્વામીજીનાં દિવ્યજીવનનાં પાવન સંસ્મરણો કરવાનાં પર્વ પ્રસંગે પધારવા સર્વે ધર્મપ્રેમી, સેવાપ્રેમી જનતા-જનાર્દનને સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ મુ.ટીંબી તા.ઉમરાળા જી.ભાવનગર ખાતે ઉપસ્થિત રહેવા સહૃદય નિમંત્રણ આપવામાં આવેલ છે.
આ સમગ્ર કાર્યક્રમનું લાઈવ પ્રસારણ ગુરુ સાન્નિધ્ય (Guru Sannidhya) યુ-ટયૂબ ચેનલ પર પ્રસારિત કરવામાં આવશે. તેમ મહોત્સવના આયોજક અને નિમંત્રક સ્વામી શ્રી નિર્દોષાનંદજી સત્સંગ મંડળ - ટીંબી ગામ સમસ્ત દ્વારા જણાવાયુ છે.વધુ માહિતી માટે (મો. ૯૩૭૪૮ ૦૬૯૬૯) અથવા (મો. ૯૯૭૯૯ ૪૨૨૦૦) ઉપર સંપર્ક કરવા જણાવ્યું છે.
(12:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
