<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 22nd November 2025

તળાજાના ટીમાણાના યુવાનનું રિક્ષા સાથે અકસ્‍માતમાં મોત

ભાવનગર ગોરપદું કરવા બાઇક ઉપર જતા હતા

(મેઘના વિપુલ હિરાણી દ્વારા)  ભાવનગર તા.૨૨: તળાજા ના ટીમાણા થી થી ભાવનગર બાઇક લઈ  ગોરપદું કરવા જઈ રહેલા બ્રાહ્મણ યુવાન નો રીક્ષા સાથે અકસ્‍માત સર્જાતા સ્‍થળપર જ મળત્‍યુ નિપજેલ હતું.રીક્ષા ચાલક ફરાર થઇ ગયા નું મળતકના પરિવાર જનોએ જણાવ્‍યું હતુ.

   ગામમાં જ સાસરું ધરાવતા વિપુલભાઈ હિમતભાઇ ભટ્ટ ઉ.વ.૪૫ કર્મકાંડ નું કાર્ય કરે છે.તેઓ ઘરે થી ભાવનગર જવા રવાના થયા હતા.તેઓને ભૂમિપૂજન  ની ધાર્મિક વિધિ કરવા ની હતી.દિહોર થી આગળ સાંખડાસર નજીક પહોંચ્‍યા ત્‍યારે રીક્ષા સાથે અકસ્‍માત સર્જાયેલ.જ્‍યાં તેઓનું સ્‍થપરજ મળત્‍યુ થયું હતું. મળતક ને માથાના ભાગે ગંભીર ઇજાઓ સાથે હાથ પગમા પણ ફેક્‍ચર થયાનું જણાવ્‍યું હતું.આથી વાહનો સ્‍પીડ મા અથડાયા હશે.

મળતક ને પી.એમ માટે તળાજા લાવવામાં આવેલ.અહીં જિલ્લા પંચાયત ના સભ્‍ય જીતુભાઇ પનોત,સરપંચ,પાલિવાલ બ્રહ્મ સમાજના આગેવાનો આફત ગ્રસ્‍ત પરિવાર ને સાંત્‍વના આપવા દોડી આવ્‍યા હતા.મળતક ને એક દીકરો અને એક દીકરી છે.તળાજા પોલીસે બનાવ અંગે ફરિયાદ નોંધી રીક્ષા ચાલક વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે.

રીક્ષા ચાલક નશામાં

હતોઃ મહેશભાઈ

તળાજા સરકારી હોસ્‍પિટલ ખાતે મળતકના ભાઈ મહેશભાઈ હિંમતભાઈ ભટ્ટ એ જણાવ્‍યું હતુ કે અકસ્‍માત ની જાણ થતા જ અમો તાત્‍કાલીક પહોંચ્‍યા હતા.ત્‍યાં સેવાભાવી યુવકો એ જણાવ્‍યું હતુ કે રીક્ષા ચાલક સાણોદર ગામના હોવાનું અને નશામાં હોવાનું જણાવ્‍યું હતુ. રીક્ષા પલટી ખાઈ ગઈ હતી. 

 

(12:12 PM IST)