<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 22nd November 2025

મતદાર યાદી સુધારણા ટીમ સાથે અસભ્‍ય વર્તન કરનાર દારૂડીયાને જેતપુર પોલીસે કાયદાનું ભાન કરાવ્‍યું

પકડાયેલ અશ્‍વીન સામે અગાઉ દારૂના ૭ ગુન્‍હાઓ નોંધાયા છે

(કેતન ઓઝા દ્વારા) જેતપુર તા. રરઃ જેતપુર પોલીસે મતદાર યાદી સુધારણા ટીમ સાથે અસભ્‍ય વર્તન કરનાર દારૂડીયાને જેતપુર પોલીસે ઝડપી લઇ કાયદાનું ભાન કરાવ્‍યું હતું.

ફરીયાદી જેતપુર સીટી પોલીસ સ્‍ટેશન ખાતે આવી જાહેર કરેલ કે, તેઓ નાજાવાળા પરા વિસ્‍તારમાં મતદાર યાદી સુધારણાની કામગીરી કરવા માટે આરોપીના ઘરે ટીમ સાથે ગયે હતા તે વખતે આરોપી પોતાના ઘરે કેફી પ્રવાહી પીધેલ હાલતમાં હોય અને ફરીયાદીની સાથે અસભ્‍ય વર્તન કરેલ હોવાની જાહેરાત કરતા રાજકોટ ગ્રામ્‍ય જીલ્લાના પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર તથા નાયબ પોલીસ અધિક્ષક રોહીતસિંહ ડોડીયાના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્‍સ્‍પેકટર એ. ડી. પરમાર તથા સર્વેલન્‍સ ટીમ આરોપી અશ્‍વિન ઉર્ફે પપ્‍પી વલ્લભભાઇ ભાખોતરા, રહે. નાજાવાળા પરા, જેતપુરને પકડી પાડી આગવી ઢબે સરભરા કરી કાયદાનું ભાન કરાવ્‍યું હતું. પકડાયેલ અશ્‍વીન સામે અગાઉ જેતપુરમાં પ્રોહીબીશનના ૭ ગુન્‍હાઓ નોંધાયા છે.

(12:13 PM IST)