તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 22nd November 2025
જુનાગઢ પંથકમાં અપહરણના ગુન્હાનો ફરાર આરોપી ઉપલેટાના લાઠ ગામનો યુવાન ઝડપાયો

જુનાગઢ તા. રરઃ જુનાગઢ તાલુડા પો.સ્ટે. પોકસોના ગુન્હાના કામે ત્રણ વર્ષથી નાસતો ફરતો આરોપી સંજય જેઠાભાઈ સોલંકી રહે. લાઠ તા.ઉપલેટા વાળો ભોગ બનનાર સાથે હાલ ભેસાણ ચોકડી પાસે હોવાની મળતા જે હકીકત આધારે ઉપરોક્ત આરોપીની તપાસ કરતા આરોપી તથા ભોગ બનનાર મળી આવતા પકડી પાડી ઉપરોક્ત ગુન્હાના કામે હસ્તગત કરી આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે.
ક્રાઈમ બ્રાન્ચ, જૂનાગઢના પો.ઇન્સ. ડે.એમ.પટેલ તથા પો.હેડ કોન્સ. વનરાજસિંહ ચુડાસમા તથા પોલીસ કોન્સ, ચેતનસિંહ સોલંડી, જેઠાભાઈ કોડીયાતર, ભુપતસિંહ સિસોદીયા વિ. પો.સ્ટાફએ સાથે રહી કામગીરી કરવામાં આવેલ.
(12:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
