<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 22nd November 2025

કોટડાસાંગાણી પોલીસે એન્‍જીન કંન્‍ટ્રોલ મોડયુલ ચોરનાર બે ને ઝડપી લીધા

હડમતાળા જીઆઇડીસીમાં બે આઇશરમાંથી એન્‍જીન કંન્‍ટ્રોલ મોડયુલની ચોરી કરી'તી

રાજકોટ તા.૨૧: કોટડાસાંગાણી પોલીસે બે આઇશરમાંથી એન્‍જીન કંન્‍ટ્રોલ મોડયુલની ચોરી કરનાર બે શખ્‍સોને ઝડપી લીધા હતા.

મળતી વિગતો મુજબ હડમતાળા જી.આઇ.ડી.સીમાં એડૂત ઇરીગેશન કારખાનાની સામે પાર્ક કરેલ બે આઇસરમાંથી ઇસીએમ (એન્‍જીન કંટ્રોલ મોડયુલ)ની અજાણ્‍યા ઇસમોએ ચોરી કરી ગયાનુ કોટડાસાંગાણી પોલીસમાં ફરિયાદ થતા રાજકોટ ગ્રામ્‍ય જીલ્લાના પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જરના તથા કે.જી. ઝાલાના પો.અધી.શ્રી. ગોંડલ વિભાગ ગોંડલ નાઓએ સદરહું ગુન્‍હાનો ભેદ ઉકેલી રાહબરી હેઠળ કોટડાસાંગાણી પો.સ્‍ટેફના સર્વેલન્‍સ સ્‍કોડે બનાવની આજુબાજુ વિસ્‍તારના સીસીટીવી ફુટેશ તેમજ હ્યુમન સોર્સીસના આધારે સદરહું ગુન્‍હામાં સ્‍વીફટ ગાડીનો ઉપયોગ થયેલ હોવાનું જણાતા તપાસ કરી ચોરી કરનાર ભરત વિરાભાઇ જેબલીયા ધંધો.ડ્રાઇવીંગ રહે.અરડોઇ રામજી મંદિરની બાજુમાં તા.કોટડાસાંગાણી તથા અજય જગુભાઇ જેબલીયા ધંધો.ડ્રાઇવીંગ રહે.અરડોઇ રામજી મંદિરની બાજુમાં તા.કોટડાસાંગાણીને ચોરીમાં ઉપયોગમાં લીધેલ સ્‍વીફટ ગાડી રજી નંબર જીજે-૦૩-જેએલ-૬૩૨૪ કિ.રૂ.૨,૦૦,૦૦૦/- તથા ચોરી થયેલ એક ઇસીએમ જેમાંથી મળેલ છે તે ટાટા કંપનીનું આઇસર રજી.નંબર જીજે-૦૨- એકસએકસ- ૬૮૮૮ કિ.રૂ.૧૫,૦૦,૦૦૦ અને ઇસીએમ (એન્‍જીન કંટ્રોલ મોડયુલ) નંગ-૦૧ કિ.રૂ.૨૫,૦૦૦ કબ્‍જે કર્યું હતું.

આ કાર્યવાહી કોટડાસાંગાણી પો.સ્‍ટેના પોલીસ ઇન્‍સ. આર.એમ. રાઠોડ, એ.એસ.આઇ. વિશાલભાઇ ગઢાદરા, પો.હે.કોન્‍સ. જીતેન્‍દ્રભાઇ ગોહીલ, પ્રવિણભાઇ મકવાણા, અરવિંદભાઇ દુમાદીયા, પો.કોન્‍સ. પ્રદિપભાઇ બોરીચા, યુવરાજસિંહ વાઘેલા વિગેરે સ્‍ટાડ દ્વારા કરવામાં આવેલ છે

(1:34 PM IST)