<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 22nd November 2025

કચ્છના સરહદી વિસ્તાર હાજીપીર પાસેથી ૫૫ વિસ્ફોટકો સાથે ૩ ઝડપાયા

ઘઉંના લોટમાં ગોળા બનાવી લઈ જતા’તા, નરા પોલીસ ટીમની કાર્યવાહી, પરમીટ વગર લઈ જવાતા વિસ્ફોટકો વિશે વધુ તપાસ શરૂ

( વિનોદ ગાલા દ્વારા ) ભુજ :પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા બોર્ડર રેન્જ કચ્છ ભુજ તથા વિકાસ સુંડા પોલીસ અધિક્ષક પશ્ચિમ કચ્છ-ભુજ નાઓની સુચના મુજબ તથા નાયબ પોલીસ અધીક્ષક આર.ડી. જાડેજા સાહેબ ભુજ વિભાગ ભુજ નાઓના માર્ગદર્શન હેઠળ હાલે કચ્છ જિલ્લામાં આગામી ટુંક સમયમાં મહાનુભાવો પધારનાર હોય તે અનુસંધાને પો.સ્ટે વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ ફરી નજીક ના સમયગાળા માં કોઇ અઘટીત ઘટના ના ઘટે તેવી સુચના આધારે હાજીપીર પો.સ્ટેના પો.સબ ઇન્સ વી.ડી. ગોહિલ તથા પોલીસ સ્ટાફના માણસો પોસ્ટે વિસ્તારમા પેટ્રોલિંગમા હતા

    દરમ્યાન હાજીપીર થી ઢોરો જતા રસ્તા પર આવતા એક બોલેરો પિક-અપ જેના રજી નું જીજે-૧૨-સીટી-૦૫૮૬ વાળી શંકાસ્પદ જણાતા તેને રોકી ચેક કરતા આ બોલેરો પિક-અપ ગાડીની ડ્રાઇવર શીટ નિચેથી એક પ્લાસ્ટિકની કોથળી માથી વિસ્ફોટક પદાર્થને ઘઉના લોટથી કવર કરી ગોળા બનાવેલ તે ગોળાઓ નંગ-૫૫ કિંમત રૂપીયા ૫૫૦૦/- વાળા બાબતે પકડાયેલ ઇસમો પાસે પાસપરમીટ ની માંગણી કરતા નહી હોવાનું જણાવતા તથા તેઓના કબ્જામાંથી મળી આવેલ એક લોખંડનો કોચથો તથા છરી નંગ-૦૨ બાબતે પણ કાઇ સતોષકારક જવાબ નહી

આપતા તેઓ વિરુધ્ધ ધોરણસર ની કાર્યવાહી કરેલ છે હાજીપીર પો.સ્ટે ગુ.ર.નં.૧૧૨૦૫૦૪૯૨૫૦૦૮/૨૫ એક્સલોઝીવ એક્ટ ૧૮૮૪ ની કલમ-૯(બી), ૧(એ)(બી) તથા જી.પી એક્ટ કલમ
૧૩૫ મુજબ

આરોપીઓના નામ સરનામાં. (૧)પ્રકાશ હિરાભાઈ સથવારા ઉ.વ ૨૫ રહે-હેમલાઈ ફળિયું અંજાર-કચ્છ (૨) રાજુ વેલજી દાતણીયા ઉ.વ.૩૫ રહે સતાપર તા. અંજાર કચ્છ (3) હિરા કાનજી દાતણીયા ઉ.વ.૨૮ રહે હેમલાઇ ફળિયું અંજાર-કચ્છ.

કામગીરી કરનાર પોલીસ અધિકારી તથા કર્મચારી :-
ઉપરોક્ત કામગીરી વી.ડી.ગોહિલ પો.સબ.ઇન્સ તથા એ.એસ.આઈ કિશોરસિંહ જાડેજા તથા પો.હેડ કોન્સ કિરણકુમાર નાયી તથા પો.હેડ કોન્સ દિનેશભાઈ ચૌધરી તથા પો.કોન્સ પીન્ટુભાઈ ખરાડી એલ.આર.પી.સી. વિજયભાઈ ચાવડા તથા ચત્રસિંહ સોઢા દ્વારા આ સફળ કામગીરી કરવામાં આવેલ છે.

(9:38 PM IST)