<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 22nd November 2025

કચ્છમાં આડેસર પોલીસે 52 લાખના ગાંજા સાથે એક શખ્સને ઝડપ્યો : જુઓ વિડીયો

ગ્રામીણ વિસ્તારમાંથી ૧૦૦ કિલોથી વધુ ગાંજો ઝડપાતાં ચકચાર, હાઇવે હોટલો ઉપર ગાંજા જેવા કેફી દ્રવ્યનું વેચાણ ચિંતાજનક

(વિનોદ ગાલા દ્વારા ભુજ) કચ્છના રાપર તાલુકાની આડેસર પોલીસની ટીમે બાવન લાખથી વધુ ના ગાંજા સાથે એક શખ્સની ધરપકડ કરી છે. પોલીસે કેફી દ્રવ્યના ૧૦૦ કિલો જેટલા મોટા જથ્થા સાથે અરજણભાઈ દેવાભાઈ કોલી (રહેવાસી: વાડી વિસ્તાર ભીમાસર તા.રાપર) ને ઝડપી પાડ્યો છે. કુલ 104.300 કીલો ગ્રામ ગાંજા ના જથ્થાની કિંમત કી. રૂ. 52,15,000/- થાય છે. બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડિયા અને પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ આડેસર પીઆઈ જે.એમ.વાળા તથા સ્ટાફ દ્વારા આ કામગીરી કરવામાં આવી હતી આ કામગીરી કરાઈ હતી. આરોપી સામે એનડીપીએસ હેઠળ ગુનો નોંધવા માટે પોલીસ દ્વારા તજવીજ હાથ ધરવામાં આવી છે. કચ્છમાં હાઇવે હોટલો ઉપર ગાંજાનું વધતું વેંચાણ ચિંતાજનક છે.

(9:53 PM IST)