News of Sunday, 23rd November 2025
જૂનાગઢ જિલ્લા જેલમાં ક્ષમતા કરતા બમણા બંદીવાન : જમવા બાબતે અમુક કેદીઓ વચ્ચે અંદરોઅંદર માથાકૂટ
સ્ટાફની મોટી ઘટ હોવા છતાં જેલ પ્રશાસન દ્વારા 20 જેટલા બેરેક અને ખોલીઓ પર ચાંપતી નજર

જૂનાગઢ જિલ્લા જેલમાં જમવા બાબતે અમુક કેદીઓ વચ્ચે માથાકૂટનો સામાન્ય બનાવ બન્યો હોવાનું અને જેલરે સમજાવટથી ત્વરિત થાળે પાડી દીધો હોવાનું જાણવા મળે છે
જૂનાગઢ જેલની કેદીઓને રાખવાની ક્ષમતા 265ની છે, જેની સામે હાલમાં 530 જેટલા કેદીઓ બંદીવાન છે, એટલે કે ક્ષમતા કરતાં બમણા કેદીઓ છે. સ્ટાફની મોટી ઘટ હોવા છતાં જેલ પ્રશાસન દ્વારા 20 જેટલા બેરેક અને ખોલીઓ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.
(12:03 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
