તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Sunday, 23rd November 2025
જસદણ પંથકમાં ચકચાર મચાવનાર 8 વર્ષની માસૂમ બાળકીની જાતિય સતામણીના આરોપીને આજીવન કેદની સજા ફટકારાઇ
ભોગ બનનાર બાળકીએ જુબાની વખતે બનાવની સમગ્ર ઘટના વર્ણવી અને આરોપીને ઓળખી બતાવેલ

જસદણ પંથકમાં ચકચાર મચાવનાર 8 વર્ષની માસૂમ બાળકીની જાતિય સતામણીના સાડા ચાર વર્ષ પહેલાના ગુનાનો કેસ રાજકોટની અદાલતમાં ચાલી જતા ન્યાયધીશે કાંતિ આલા ચાવડાને આજીવન કેદની સજા અને દંડ ફટકારતો હુકમ કર્યો છે. ગુજરાત વિક્ટીમ કમ્પન્સેશન સ્કિમ હેઠળ રૂ. 7 લાખનો પીડિતાને વળતર ચુકવવા હુકમ કર્યો છે, પંથકના એક ગામમાં રહેતા પરિવારની 8 વર્ષની માસૂમ પુત્રી કુદરતી હાજતે ગઇ હતી, ત્યારે વડોદ ગામના કાંતિ આલા ચાવડા નામના શખ્સે બાઇક ઉભું રાખી માસૂમ પુત્રીના ગુપ્ત ભાગે આંગળી નાખી જાતિય હુમલો કર્યા અંગેની પીડિતાના માતાએ જસદણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી
તપાસ પૂર્ણ થતા પીઆઇ કે.જે. રાણા દ્વારા અદાલતમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી. બાદ રાજકોટની સેશન્સ કોર્ટમાં કેસની સુનાવણી ચાલવા પર આવતા જેમાં ફરિયાદ પક્ષે 10 સાહેદોને તપાસીને, 14 દસ્તાવેજી પૂરાવા રજૂ કર્યા હતા. બાદ બંને પક્ષોની રજૂઆત બાદ સરકારી વકીલ પ્રશાંત પટેલ દ્વારા કરવામાં આવેલી દલીલમાંભોગ બનનાર બાળકીએ જુબાની વખતે બનાવની સમગ્ર ઘટના વર્ણવી અને આરોપીને ઓળખી બતાવેલ છે. ફરિયાદીના કેસને સમર્થન આપેલ છે. ભોગ બનનાર મેડિકલ તપાસ કરનાર તબીબે જાતિય સતામણીને સમર્થન આપેલ છે. આરોપીએ બાળકી સાથે ગુન્હાહીત બળ વાપર્યાનું પૂરવાર થાય છે.
(1:11 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
