<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 23rd November 2025

ભાવનગરના અકવાડામાં ગેરકાયદે મદરેસાનું બાંધકામ તોડી પાડવાની કામગીરી શરૂ

કામગીરી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ બંદોબસ્ત મુકાયો

ભાવનગર શહેરના અકવાડા નજીક આવેલ એક મદરેસાનું બાંધકામ ગેરકાયદેસર હોવાનું જણાતા ભાવનગર મહાનગરપાલિકા દ્વારા આજે વહેલી સવારથી ડિમોલિશન કાર્યવાહી હાથ ધરવામાં આવી છે . મહાનગરપાલિકાની ટીમ અધિકારીઓ સાથે સ્થળ પર પહોંચી બાંધકામ તોડી પાડવાની કામગીરી શરૂ કરી. કામગીરી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ બંદોબસ્ત મુકાયો હતો. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે ગેરકાયદે બાંધકામ માટે અગાઉ નોટિસ આપવામાં આવી હતી.

(5:23 PM IST)