News of Sunday, 23rd November 2025
વાંકાનેરના હસનપર નજીક અજાણ્યા ટ્રેક્ટર સાથે ટ્રીપલ સવારી બાઈક અથડાયું: એક યુવાનનું મોત
અકસ્માત સર્જી ટ્રેક્ટર ચાલક નાસી ગયો: વાંકાનેર સીટી પોલીસે ફરાર ટ્રેક્ટર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી

હસનપર ગામ નજીકથી ત્રણ યુવાનો ટ્રીપલ સવારી બાઈકમાં જતા હતા ત્યારે અજાણ્યા ટ્રેક્ટર ચાલકે બાઈકને ઠોકર મારી હતી અકસ્માતમાં એક યુવાનનું મોત થયું હતું તો બાઈક સવાર બે યુવાનનોને ઈજા પહોંચી હતી અકસ્માત બાદ ટ્રેક્ટર ચાલક નાસી ગયો હતો વાંકાનેર સીટી પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે
મોરબીના પાનેલી ગામના રહેવાસી અજયભાઈ રમેશભાઈ વાઘાણીએ અજાણ્યા ટ્રેક્ટર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીના ભાઈ રાહુલભાઈ રમેશભાઈ વાઘાણી (ઉ.વ.૨૫) તેમજ મામાના દીકરા ભરતભાઈ અને વિજય ઉર્ફે કિશન ત્રણેય બાઈક જીજે ૩૬ એએચ ૪૩૧૦ લઈને મોરબી વાંકાનેર નેશનલ હાઈવે પરથી જતા હતા અને હસનપર બ્રીજ નીચે સર્વિસ રોડ પર પહોંચતા અજાણ્યા ટ્રેક્ટર ચાલકે બાઈક સહીત ત્રણેયને હડફેટે લીધા હતા અકસ્માતમાં ફરિયાદીના ભાઈ રાહુલને ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું તેમજ અન્ય બેને ઈજા પહોંચી હતી અકસ્માત સર્જી ટ્રેક્ટર ચાલક નાસી ગયો હતો વાંકાનેર સીટી પોલીસે ફરાર ટ્રેક્ટર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
(9:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
