તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 24th November 2025
હવે કચ્છમાં ટ્રેન મારફતે કન્ટેનરમાં દારૂની ખેપઃ SMCએ મુન્દ્રા પોર્ટ પરથી દોઢ કરોડનો દારૂ ઝડપ્યો
મુખ્યમંત્રીની હાજરી સમયે જ મોટો દરોડો, વડોદરા જેલમાં પાસા હેઠળ બંધ કુખ્યાત બુટલેગરે પંજાબથી દારૂના બે કન્ટેનર મંગાવ્યા, પોર્ટ ઉપર કસ્ટમ તંત્ર સામે સવાલ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૨૪ :.. ગઈકાલે રવિવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની કચ્છમાં હાજરી સમયે જ સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) પોલીસે દોઢ કરોડનો દારૂ ઝડપી પાડ્યો હતો. વડોદરા જેલમાં પાસા હેઠળ પુરાયેલા કુખ્યાત બુટલેગર અનોપસિંહ અભેસિંહ રાઠોડ અને કાળુ નામના શખ્સની સંડોવણી સાથે નવી મોડસ ઓપરેન્ડી બહાર આવી છે. જેમાં ટ્રેનમાં કન્ટેનર મારફતે દારૂની હેરફેર કરાઈ હોવાનું ખુલતા પોર્ટ ઉપર આવતા માલ સામાન ઉપર નજર રાખવાની કસ્ટમ તંત્રની ભૂમિકા સામે પણ સવાલો ઊભા થયા છે.
પંજાબથી મુન્દ્રા પોર્ટ ઉપર ટ્રેન મારફતે બે કન્ટેનરમાં મંગાવાયેલ ૧ કરોડ ૫૪ લાખ ૮૭ હજાર ૯૦૦ રૂ. ના દારૂના જથ્થા સાથે પોલીસે રાજસ્થાનના બે આરોપી જોગારામ સરૂપારામ જાટ અને ભજનારામ સદારામ બિશ્નોઈ ઝડપ્યા છે. આ માલ મુન્દ્રાથી કટિંગ કરી ટ્રેલર મારફતે અન્યત્ર પહોંચે તે પહેલાં જ SMC નો દરોડો પડ્યો હતો. પોલીસે બે કન્ટેનર, ટ્રેલર જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે. (પ-૧૧)
(11:00 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
