તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Monday, 24th November 2025
પોરબંદર વોર્ડ-૧૨માં રોડના સરફેસિંગ કામનું અર્જુનભાઈ મોઢવાડીયાના હસ્તે ખાત મુહૂર્ત

પોરબંદર, કેબિનેટ મંત્રીશ્રી અર્જુનભાઈ મોઢવાડિયાના હસ્તે વોર્ડ ૧૨ માં રોડ સરફેસિંગ કામનું ખાતમુહૂર્ત કરાયું હતું. મહાનગરપાલિકા વિસ્તારના વોર્ડ નંબર ૧૨ માં મારુતિ પાન નજીક રોડ સરફેસિંગના વિકાસકાર્યનું ખાતમુહૂર્ત કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાનાં વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આ વિકાસકાર્ય હાથ ધરવામાં આવતા સ્થાનિક નાગરિકોને સુલભ, સુરક્ષિત અને ગુણવત્તાસભર માર્ગ સુવિધાનો લાભ મળશે. આગામી સમયમાં આશરે મનપા વિસ્તારમાં ૩.૩૮ કરોડના રોડના કામો હાથ ધરવામાં આવશે. આ પ્રકારના કામો દ્વારા શહેરના ઈન્ફ્રાસ્ટ્રક્ચરના સુધારાને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. મહાનગરપાલિકાના કમિશનર હસમુખ પ્રજાપતિ, જિલ્લા ભાજપ પ્રમુખ ચેતનાબેન તિવારી સહિત મહાનગરપાલિકાના અધિકારીઓ અને બહોળી સંખ્યામાં આ ખાત મુહૂર્ત સાથે ઉપસ્થિત રહ્યા હતા.
(10:19 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
