તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 24th November 2025
ઉનામાં બાઇક ચલાવતા ૧ર બાળકો ઝડપાયા : વાલીઓ સામે ગુન્હો દાખલ
નવા મોટર વ્હીકલ એકટ મુજબ વાલી અઢાર વર્ષથી નીચેના સગીરોને વાહન ચલાવવા આપે તો ૩ વર્ષની કેદ અને રપ હજારના દંડ તથા વાહનનું એક વર્ષ સુધી રજીસ્ટ્રેશન રદ કરવાની જોગવાઇ

(નવીન જોષી દ્વારા) ઉના, તા., ૨૪ : લાયસન્સ વિના બાઇક લઇને જાહેર રોડ ઉપર નીકળેલા ૧ર બાળકોને પોલીસે અલગ અલગ સ્થળોએથી પકડી લઇ અને બાળકો પાસેથી બાઇક ડીટેઇન કરીને તેના વાલીઓને પોલીસ સ્ટેશનમાં બોલાવીને વાલીઓ સામે ગુન્હો નોંધ્યો હતો.
પોલીસ અધિક્ષક જયદીપ સિંહ જાડેજા અને નાયબ પોલીસ અધિક્ષક એમ. એમ. ચૌધરી એ ઊના ના પોલીસ ઇન્સ્પેકટર નિલેશ ભાઈ બી. ચૌહાણને સૂચના આપેલ કે કોઈ પણ વાહન ચાલક લાઇસન્સ વગર મોટર સાયકલના ચલાવે અને સગીર વયના કિશોરોને પણ વાહન ચલાવવાના આપે તો પોતાનું અને જાહેર જનતા નો જીવ જોખમ માં મુકાઈ શકે છે.તેથી ઊના માં ટ્રાફિક પોલીસના એ. એસ. આઈ. શાંતિ ભાઈ સોલંકી, ભરતભાઈ કે. વાજા ચિરાગ પટેલ, ભાવેશ કે. ખાસિયા, પ્રીતિ બેન રામ ભાઈ સોલંકી અને સ્ટાફે આજે સવારે ઊના શહેરમા રોકડિયા હનુમાન મંદિર પાસે, વડલા ચોક પોલીસ ચોકી, લામઘરના પાટિયા પાસે બાય પાસ પાસે પોલીસની ટીમ ઉભી રહી મોટર સાયકલ અને સ્કૂટર ઉપર આવતા ૧૨ જેટલા સગીર વયના કિશોરો ને હેલ્મેટ પહેર્યા વગર અને ડ્રાઇવિંગ લાયસન્સ વગરના હોય પકડી લીધા હતા.
બાઇક સાથે નીકળેલ બાળકો પાસે લાયસન્સ માગતા ના હોય તમામને વાહન સાથે ઊના પોલીસ સ્ટેશન લાવી અને તમામના વાલીઓને બોલાવીને પોલીસે ગુન્હો દાખલ કર્યો છે. આ વાલીઓમાં હુશેન ઓસમાણ જમરોઠ (ઊના)અલીમહમદ ફાજલ સુમરા (ઊના), યાસીન અલીભાઈ ખોજ્જાદા (ઊના), રામચંદ્ર ગીરધરલાલ રૂપારેલ (ઊના), ભાણજી વીરાભાઇ ભીલ (ઊના),, ભૂપત ચીનાભાઈ મકવાણા (ઊના), અતુભાઈ દાદુ ભાઈ ગોહિલ રે. ભાચા, બાલુભાઈ દેવશીભાઇ બારડ રે. ચાંચકવડ, ઘનશ્યામ શંભુભાઈ તળાવીયા રે. કાંધી, નાગજી મણીભાઈ નદવાણા રે. ભાચા, રમેશ બાધાભાઈ કિડેચા રે. અંબાડાની સામે ગુનો દાખલ કરી વાહન ડિટેન કરેલ હતા.
પોલીસે ઇન્સ્પેક્ટર નિલેશ ભાઈ બી. ચૌહાણ એ વાલીઓ ને જણાવેલ કે સરકાર ના નવા મોટર વિહિકલ એક્ટ મુજબ જો વાલી અઢાર વર્ષ થી નીચેના સગીરો ને વાહન ચલાવવા આપે તો ત્રણ વર્ષ ની કેદ અને રૂપિયા ૨૫૦૦૦/દંડ વાહન નું એક વરસ સુધી રજિસ્ટ્રેશન રદ તેમજ પકડાયેલ સગીર ૨૫વરસ નો થાય ત્યાં સુધી ડ્રાઇવિંગ લાયસન્સ આપવામાં નહીં આવે. તેમ જણાવેલ છે.
(11:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
