News of Monday, 24th November 2025
જસદણના કનેસરા ગામ પાસે અકસ્માતમાં પત્ની નજર સામે જ પતિનું મોત
જસદણથી ખરીદી કરી દંપતિ પરત આવતુ'તુ ત્યારે સામેથી બાઇક ટકરાતા રાજાવડલા (જામ) ગામના વિઠ્ઠલભાઇ ધોળકીયાનું મોત

રાજકોટ, તા. ર૪ : જસદણના કનેસરા ગામ પાસે બે બાઇક સામસામા અથડાતા પત્નીની આધેડનું મોત થયું હતું.
પ્રાપ્ત વિગતો મુજબ જસદણના રાજાવડલા (જામ) ગામે રહેતા વિઠ્ઠલભાઇ જાદવભાઇ ધોળકીયા તથા તેના પત્ની હેમુબેન બાઇક નં. જી.જે. ૦૩ એફ. કયુ. ૧૮૮રમાં જસદણથી ખરીદી કરી પોતાના ગામ તરફ આવતા હતા ત્યારે કનેસરા ગામ પાસે સામેથી બાઇક નં. જી.જે. ૧૧ પી.એચ. ૦ર૦૭ ના ચાલક મહેશભાઇ દાહાભાઇ કટેશીયા રે. શાંતિનગરએ પુરઝડપે બાઇક ચલાવી અથડાવતા બાઇક ઉપર બેઠેલા વિઠ્ઠલભાઇ ધોળકીયાને ગંભીર હાલતમાં સારવાર અર્થે જસદણ હોસ્પીટલમાં ખસેડયા હતા જયાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યા હતા.
આ અકસ્માતમાં બાઇક પાછળ બેઠેલા મૃતક વિઠ્ઠલભાઇના પત્ની પણ ઇજા થઇ હતી. બનાવ અંગે હેમીબેને બાઇક ચાલક સામે ફરીયાદ કરતા ભાડલા પોલીસે ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
(1:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
