News of Monday, 24th November 2025
સોમનાથ ટ્રસ્ટની જર્જરીત ૩૫ દુકાનો તોડી પડાયઃ વેપારીઓને નવી દુકાનો અપાય

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ તા.૨૪: સોમનાથ મંદિરના વિકાસ માટે પુર ઝડપે કામગીરી ચાલી રહેલ છે ત્યારે જર્જરીત થયેલ ૩૫ જેટલી દુકાનોને પાડી નખાય હતી. તમામ વેપારીઓને નવી દુકાનો અપાયેલ છે.
સોમનાથ ટ્રસ્ટની ઓફીસની સામે ધમધમતી ૩૫ દુકાનો જર્જરીત થઈ જતા તે તમામને નવી દુકાનો અપાયેલ હતી. આજે ટ્રસ્ટ દ્વારા તમામ દુકાનો પાડી નખાયેલ હતી તેમજ જુનુ તન્ના દામાણી ગેસ્ટહાઉસો છે ત્યાં પણ તમામ જર્જરીત રૂમો પણ જમીનદોષ કરાયેલ છે. તેની આગળ આવેલ સોમનાથ શોપીગ સેન્ટર ૧૦૦ થી વધારે દુકાનો છે તે તમામ વેપારીઓને નવી દુકાનો અપાય છે જેથી આ ૧૦૦ દુકાનો પણ ટુક સમયમાં પાડવામાં આવશે તેમ જાણવા મળેલ છે.
(12:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
