તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Monday, 24th November 2025
વેરાવળ હુડકો સોસાયટીના મહિલા સંચાલિકાની હત્યા કરનાર ઝડપાયોઃ પાડોશી યુવકે હત્યા કરી'તી
ચાર માસ પહેલા પણ યુવકને મોતને ઘાટ ઉતાર્યો હતો એવું કબુલાત આપતા ભારે ખળભળાટ

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ તા.૨૪: હુડકો સોસાયટીમાં પ્રોવીઝન સ્ટોર સંચાલીકા નું રહસ્યમ સંજોગામાં મોત થયેલ હતું શંકાસ્પદોને પુછપરછ હાથ ધરાયેલ જેમાં જાણવા મળેલ છેકે મહીલાને મોત ધાટ ઉતારી દેનારા હત્યારો યુવક તેનો પાડોશી હોય આ યુવકે ચાર માસ પહેલા પણ આવીજ રીતે ઘરમાં મળતદેહ પડેલ હતો તેની પણ હત્યા આ યુવકે કરી હોવાની વિગતો જાણવા મળી રહી છે જોકે પોલીસે જણાવેલ હતું કે સવારે ૧૧ વાગ્યે પ્રેસ કોન્ફરન્સ માં કંઈ રીતે હત્યાઓ થઈ છે તેની વિગતો આપવામાં આવશે.
વેરાવળ હુડકો સોસાયટીમાં રહેતા ભાવના અરૂણભાઈ ચાંડેગરા પ્રોવીઝન સ્ટોર ચલાવે છે તે તા. ૧૧ રોજ સવારે ૧૧ પરીચીત ને દુકાને બેસાડી ધરે ગયેલ હોય ૧.૩૦ વાગ્યા સુધી ન આવતા તપાસ શરૂ કરેલ જેનો મળતદેહ ઘરમાંથી મળેલ આવેલ હતો મળત્યુ પામનાર મહીલાના પતિ વલસાડ ગયેલ હોય દીકરી અમદાવાદ નોકરી કરતી હોય કોઈ હાજર ન હતું દરવાજે તાળુ મારેલ હતું મળતદેહ સ્લાઈડર બારી માંથી કાઠેલ હતો મળતદેહ અંદર હોય દાગીના શરીર ઉપર ના ગુમ હોય ટેબલ ઉપર ઈન્જેક્શન ની સોય પડેલ હોય હાથ માં સોય મારેલ હોય તેવો લોહી ના ડાઘો તેમજ ગાદલામાં લોહીના ડાઘા પડેલા હોય દરવાજે લોક વાળુ તાળુ ધર નું હોય આ સમાચારો પ્રગટ થતા પોલીસે દરેક વસ્તુઓ કબજે કરેલ હતું તેમજ વિશેરા જે તે સમયે જુનાગઢ મોકલેલ હતા સમાચારો પ્રગટ થતા પોલીસ દરેક શંકાસ્પદ તેમજ આજુબાજુ નિવેદનો લેવાના ચાલુ કરેલ હતા આ ઘટના માં હત્યા કરનાર શ્યામ ચૌહાણ ને પોલીસે શંકાના આધારે ત્રણ દિવસ પહેલા ઝડપી લીધેલ હતો અને ખુબજ ઝીણવટ ભરી પુછપરછ કરેલ હતી તેને આ મહીલાને એનએથેસીયાનો ઓવર ડોઝ આપી મોત ને ઘાટ ઉતારી તેના શરીર ના દાગીના લુંટી લીધેલ હતા આ દાગીના કોઈ જગ્યાએ ગીરવે મુકવા જતા યુવક શંકાના દાયરામાં આવેલ હતો પાડોશી હત્યારો નિકળતા પોલીસે ગુનો નોધવા તજવીજ હાથ ધરેલ છે.
ચાર માસ પહેલા તા.૨૧/૭/૨૫ ના રોજ ગાયત્રી મંદિર પાસે રહેતા અભીષેક નૈના ને મોરફીન ની ગોળી ખવડાવી મોત નિપજાવેલ હોય તેવી પણ કબુલાત આપેલ હોય તેમ જાણવા મળેલ છે આ યુવકે સોનાની વીટી હાથ માં પહેરેલ હતી તેમજ નવી નોટોના બંડલો પણ ઘરમાં હતા તેમ તેમના પરીવારજનોએ જણાવેલ હતું જેતે વખતે ઘર ખુલ્લુ રાખીને નિકળી ગયેલ હોય જેથી કોઈ ને વધુ શંકા પડેલ ન હોય આ યુવાને આપઘાત કરેલ હોય તેમ પોલીસ તારણ ઉપર આવેલ હતી
આ પહેલા પણ આ યુવકે શું ગુનોઓ કરેલ છે તેની તપાસ નો ધમધમાટ પોલીસ કરી રહી છે આ યુવક કોઈ ખાનગી હોસ્પીટલ માં નોકરી કરે છે મેડીકલ ક્ષેત્રે જાણકારી મેળવતા મોરફીન નામની ગોળી અથવા ઈન્જેકશન અડધી કલાક સુધી બેભાન અવસ્થામાં રાખવાનું કામ કરે છે તે દીધા પણ કોઈ પ્રતિકાર કરી શકતું નથી ત્યારબાદ તેનો શ્વાસ રૂંધાય જાય તે માટે કંઈ થીયરી અપનાવતો હશે તે તપાસનો વિષય છે આધારભુત રીતે જાણવા મળતી વિગત મુજબ પહેલા આવા લોકો સાથે સંબધો વિકસાવે ત્યારબાદ એકલતા ગોતી ફીલ્મી સ્ટોરીની જેમ પોતાની ઈરાદો પાર પાડતો હોવાનું જાણવા મળેલ છે મોરફીન આપે તે અમુક સંજોગોમાં એફએસએલ માં પણ આવતું નથી તેમ વિશ્વાસપાત્ર સુત્રોએ જણાવેલ છે બન્ને ગુનાનો ભેદ ઉકેલાય જતા ભારે ચકચાર જાગી છે.
(12:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
