News of Monday, 24th November 2025
જુનાગઢમાં અસામાજીક પ્રવૃત્તિ કરતા ર શખ્સો સામે બે ડીવીઝન પોલીસમાં હદપારીનો હુકમ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ર૪ :.. જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા સાહેબ તેમજ જૂનાગઢ જિલ્લા પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરા નાઓની સુચના તથા નાયબ પોલીસ અધિક્ષક જૂનાગઢ વિભાગ, હિતેષ ધાંધલ્યા સાહેબના માર્ગદર્શન હેઠળ જુનાગઢ જીલ્લામાં માથાભારે તથા અસામાજીક પ્રવ્રતિ કરતા ઇસમો ઉપર કડક હાથે કામ લેવા અને તેઓની અસામાજીક પ્રવૃતી સદંતર પણે ડામી દેવા અને જીલ્લામા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થીતીને જાળવી રાખવા સારૂ અસામાજીક પ્રવૃતી કરતા માથાભારે ઇસમો વિરુધ્ધ હદપારી જેવા અટકાયતી પગલા લેવા સુચના થઇ આવેલ હોય જે અનુસંધાને બી ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમા સામાવાળા જુનાગઢ શહેરમાં જાહેરમાર્ગો, ફુટપાથો તથા જાહેર સ્થળો ખાતે ઘાસચારા વેચાણની પ્રવૃતી કરી જે તે વિસ્તારમાં જાહેરમા ઉપદ્રવ તેમજ ગંદકી ફેલાવી જાહેર વ્યવસ્થાને જાળવી રાખવા પ્રતિકુળ અસર થતી હોય તેમજ સામેવાળા માનનીય અધિક જીલ્લા મેજી.સા. જુનાગઢના જાહેરનામાનો ભંગ કરેલ હોય જેમાં સામેવાળા (૧) કામીલ ગનીભાઇ પીરાણી રહે. જુનાગઢ સુખનાથ ચોક નરસીહ મહેતાના ચોરા પાસે, સાલીમાર એપાર્ટમેન્ટ વિરુધ્ધ કુલ-૧૨ જેટલા ઘાસચારાના જાહેરનામા ભંગના કેશો દાખલ થયેલ હોય તેમજ નં.(૨) મોહિબ ઇક્બાલભાઇ જમાતી જાતે-ઘાચી મુસ્લીમ ઉ.વ.-૨૬ ધંધો, મજુરીકામ રહે. જુનાગઢ જાલોરાપા રોડ, બ્લોચવાડા મસ્જીદ પાસે વાળા વિરુધ્ધ કુલ-૧૦ જેટલા ઘાસચારાના જાહેરનામા ભંગના કેશો દાખલ થયેલ હોય જેથી અત્રેના પોલીસ સ્ટેશન દ્વારા સામાવાળા વિરુધ્ધ હદપાર દરખાસ્ત તૈયાર કરી સબ ડિવિજન મેજીસ્ટ્રેટશ્રી જુનાગઢ તરફ પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરા મારફતે મોકલતા જુનાગઢ સબ ડિવિઝન મેજીસ્ટ્રેટ ચરણસિંહ ગોહિલ સાહેબ દ્વારા માથાભારે ઇસમની અસામાજીક અને ગેરકાયદેસર પ્રવૃતી ધ્યાને લઇ સામાવાળા વિરુધ્ધ જુનાગઢ શહેર તથા ગ્રામ્ય હદ/વિસ્તારમાથી છ માસ માટે હદપાર મંજુર કરવામાં આવેલ હોય જેથી બી ડીવીઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટરશ્રી જે.જે.પટેલ દ્વારા હદપાર હુકમની બજવણી કરી જુનાગઢ શહેર તથા ગ્રામ્ય હદ/વિસ્તારમાથી છ માસ માટે હદપાર કરવામા આવેલ છે. આ કામગીરી જુનાગઢ બી ડીવીઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ. જે.જે.પટેલની સુચના મુજબ પોલીસ હેડ કોન્સ. પરેશભાઇ હુણ તથા નરેશભાઇ શીંગરખીયા તથા પો.કોન્સ. મુકેશભાઇ મકવાણા તથા રઘુવીરભાઇ વાળા તથા મનીષભાઇ હુંબલ તથા મુળુભાઇ વાંદા નાઓએ સાથે રહીને કરેલ છે.
(12:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
