તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 24th November 2025
જામનગરમાં મુખ્યમંત્રીના કાર્યક્રમ વચ્ચે ધ્રોલના ૩ કોંગ્રેસ નેતા નજરકેદ

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ, તા.૨૪: મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ જામનગરમાં બ્રિજનું ઉદ્ધાટન કરવા આવેલ છે, જેના કારણે રાજકીય વિરોધની શકયતાને પગલે પોલીસે ધ્રોલ વિસ્તારના ત્રણ અગ્રણી કોંગ્રેસ નેતાઓને નજરકેદ કર્યા છે.
નજરકેદ કરાયેલા નેતાઓમાં ધ્રોલ તાલુકા કોંગ્રેસ પ્રમુખ હરિચંદ્રસિંહ જાડેજા, શહેર પ્રમુખ મનસુખભાઈ પરમાર, અને વિરોધ પક્ષના નેતા અદનાર ઝન્નરનો સમાવેશ થાય છે. પોલીસે કાર્યક્રમ સ્થળે સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત કરી દીધી છે
(12:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
