<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th November 2025

પોરબંદરમાં લગ્ન પ્રસંગે જરૂરિયાતમંદોને ભરપેટ જમાડવાની અનોખી પહેલ

લગ્નમાં પ્રિ-વેડીંગ શૂટ કે અન્‍ય ખોટા ખર્ચ નહીં કરવાનો રૂઘાણી પરિવાર દ્વારા પ્રેરણારૂપ સંદેશ

(પરેશ પારેખ દ્વારા) તા. ૨૪: પોરબંદર જિલ્લા ભાજપ મીડિયા સેલ ના સહકન્‍વીનર હર્ષ રૂઘાણીએ પ્રિ-વેડિંગ શૂટ કે અન્‍ય ખોટા ખર્ચ કરવાને બદલે જુદી જુદી સંસ્‍થાઓ માં જરૂરિયાતમંદો ને જમાડી કરી અનોખી પહેલ પ્રેરણાદાયક બની છે. પોરબંદર નિવાસી અ.સોૈ. મમતાબેન તથા શ્રી ધર્મેન્‍દ્રભાઇ પ્રભુદાસ રૂઘાણીના સુપુત્ર ચી. હર્ષના શુભ લગ્ન ચી. પાયલ જૂનાગઢ નિવાસી અ.સોૈ. વર્ષાબેન તથા શ્રી રસિકલાલ કેશવલાલ મશરૂની સુપુત્રી સાથે સંવત ૨૦૮૨ માગશર સુદ ૪ ને સોમવાર તા.૨૪ ના મંગલ દીને નિર્ધારેલ છે.આ લગ્ન પ્રસંગે પ્રિવેડિંગ શૂટ કે અન્‍ય કુ રિવાજો પાછળ રૂપિયા વેડફવાના બદલે સેવાકીય કાર્યો યોજવાના સંકલ્‍પ સાથે પોરબંદરની શિશુકુંજ (મનોદિવ્‍યાંગ બાળકોની વિશિષ્ટ શાળા ) જેમાં ૨૬ બાળકો છે, તેમજ શ્રી પ્રજ્ઞાચક્ષુ સહાયક મંડળ - ૨૫ થી૨૭  લોકો છે તે ઉપરાંત શ્રી ભુંડીયા પ્રાગજી પરસોતમ ચેરીટેબેલ ટ્રસ્‍ટ તથા સમાધી સ્‍થાન  ( પગાબાપા આશ્રમ) ૭૦ થી ૭૨ લોકો છે.અને નેતરવાલા અંધ વળધ્‍ધાશ્રમ - ૭ વળધ્‍ધો છે તેમજ હિતેશ કારિયા ટીફીન સેવા , પોરબંદર - ૫૦ વળધ્‍ધો છે આ તમામ સંસ્‍થામાં દાન આપી ને નવતર પહેલ કરી સમાજ ને અનેરો સંદેશ આપ્‍યો છે. યુવાનની આ સેવા પ્રવળતિ ને લોકો એ આવકારી અભિનંદન પાઠવ્‍યા છે. 

(12:34 PM IST)