<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th November 2025

પોરબંદર જિલ્લામાં મતદાર યાદીના ફોર્મ ભરીને તંત્રને સહયોગ આપવા અર્જૂનભાઇની અપીલ

કેબીનેટ મંત્રી અર્જૂનભાઇએ વિવિધ ગામોની મુલાકાત લઇને યાદી અંગે લોકોને સમજ આપી

(પરેશ પરેખ દ્વારા) પોરબંદર, તા.૨૪:  કેબીનેટ મંત્રી અર્જૂનભાઇ મોઢવાડિયાએ જિલ્લાના વિવિધ ગામોની મુલાકાત લઇને લોકોને મતદાર યાદી માટે યોગ્‍ય માહિતી સમયમર્યાદામાં આપીને તંત્રને સહકાર આપવા અપીલ કરી છે.

વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ પોરબંદર જિલ્લાની વિવિધ ગામોની મુલાકાત લીધી હતી.મંત્રીશ્રીએ દ્વારા જિલ્લાના નાગરિકોને સઘન મતદાર યાદી મતદાર ફોર્મ ચૂંટણી ફ્રોમ ભરીને તંત્રને સહયોગ આપવા અપીલ કરી હતી.

મંત્રીઅજૂર્નનભાઇએ પોરબંદર જિલ્લાના પોરબંદરના વિવિધ વિસ્‍તારો તેમજ બોખીરા, ભારવાડા,મોઢવાડા ગામની મુલાકાત લીધી હતી અને સમગ્ર રાજ્‍યમાં ચાલી રહેલી મતદાર યાદી કરવાની  કામગીરીની ઉપયોગીતા અંગે માર્ગદર્શન આપીને જિલ્લામાં ચાલી રહેલી સઘન મતદાર યાદી માટે તંત્રને સહયોગ આપવા માટે અનુરોધ કર્યો હતો.

(12:36 PM IST)