તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 24th November 2025
પાળપીપળીયામાં દિકરીને રાખવા પ્રશ્ને પતિએ પત્નીને પાઇપ ફટકાર્યા
પત્ની ખુશી રાઠોડની પતિ મૌલિક સામે લોધીકા પોલીસમાં ફરીયાદ

રાજકોટ, તા. ર૪ : પાળપીપળીયા ગામમાં રહેતી પરિણીતાને દિકરીને રાખવા બાબતે પતિએ ઝઘડો કરી લોંખડના પાઇપ વડે મારમારતા પરિણીતાએ લોધીકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી વિગત મુજબ પાળપીપળીયા ગામમાં આવેલા ખોડલ રેસીડેન્સી બ્લોક નં. ર૧૧ માં રહેતી ખુશી મૌલીક રાઠોડ (ઉ.વ.ર૦) એ લોધીકા પોલીસમાં પતિ મૌલીક ધનજીભાઇ રાઠોડ વિરૂધ્ધ ફરીયાદ નોંધાવી છે. ખુશીએ ફરીયાદમાં જણાવ્યું છે કે તેને તેના પતિ મૌલિકે પોતાની દીકરીને રાખવા બાબતે બોલાચાલી કરી ઉશ્કેરાઇ જઇ લોખંડના પાઇપ વડે મારમાર્યો હતો. આ બનાવ અંગે લોધીકા પોલીસના એએસઆઇ પી.પી. રામાણીએ તપાસ હાથ ધરી છે.
(1:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
