તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Monday, 24th November 2025
ABVP મોરબી દ્વારા ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ વર્ષની ઉજવણી નિમિત્તે જનજાતિ ગૌરવ કળશ યાત્રાનું પુષ્પ અર્પણ કરી સ્વાગત.
ભગવાન બિરસા મુંડાજી ના બલિદાન વિશે સંગોષ્ઠી કરવામા આવી

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ 9 જુલાઈ,1949 થી વિદ્યાર્થી હિત અને રાષ્ટ્ર હિત માટે કાર્ય કરતું વિશ્વનું સૌથી મોટું છાત્ર સંગઠન છે.
ABVP મોરબી દ્વારા ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ વર્ષ ની ઉજવણી નિમિત્તે ભગવાન બિરસા મુંડાજી ના જન્મ સ્થળ ઉતિહાલુ (ઝારખંડ) થી આવેલ માટીના કળશ ની “જનજાતી ગૌરવ કળશ યાત્રા” નું મોરબીની વિવિધ શાળા કોલેજોમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા પુષ્પ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું. ત્યારબાદ ભગવાન બિરસા મુંડાજી ના બલિદાન વિશે સંગોષ્ઠી કરવામા આવી.
(11:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
