<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th November 2025

મોરબીમાં ગેસ લીકેજ થતા આગ લાગતા ત્રણ સગાભાઈ-કાકા સહીત પાંચ દાઝી ગયા.

રેબન સિરામિકના લેબર કવાર્ટરમાં ગેસનો બાટલો લીકેજ થતા આગ લાગતા ત્રણ સગાભાઈ અને કાકા સહીત પાંચ શ્રમિકો દાઝયા

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબીના રંગપર ગામ નજીક આવેલ રેબન સિરામિકના લેબર કવાર્ટરમાં ગેસનો બાટલો લીકેજ થતા આગ લાગતા ત્રણ સગાભાઈ અને કાકા સહીત પાંચ શ્રમિકો દાઝી જતા તેને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે જે મામલે મોરબી તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધીર છે.

મોરબીના રંગપર ગામ નજીક આવેલ રેબન સિરામિકના લેબર કવાર્ટરમાં ગત તા. ૨૩ ના સવારના સુમારે અચાનક આગ લાગતા લેબર કવાર્ટરમાં સુઈ રહેલા પાંચ શ્રમિકો દાઝી જતા પ્રથમ મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા તો બનાવ અંગે રાજકોટ સિવિલ હોસ્પિટલ દ્વારા મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી પોલીસે રાજકોટ દોડી જઈને વધુ તપાસ હાથ ધરી છે તો દાઝી ગયેલ શ્રમિકમાં ઈતબારી બંગાળી (ઉ.૨૨), વિનય બક્ષીભાઈ (ઉ.૧૭), સુરજ બક્ષીભાઈ (ઉ.૨૫), અમન બક્ષીભાઈ (ઉ.૨૩) અને શિવા ભરતભાઈ (ઉ.૧૬) ને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે

બનાવ અંગે સુત્રો પાસેથી માહિતી મળી હતી કે રાત્રીના રસોઈ બનાવ્યા બાદ રેગ્યુલેટર બંધ કરવાનું ભૂલી ગયેલ હોય અને ગેસ લીકેજ થયેલ હોય અને લેબર કવાર્ટરમાં લાઈટ ચાલુ હોવાના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ લાગી રહ્યું છે.

(11:37 PM IST)