News of Tuesday, 25th November 2025
મોરબીના રાજપર ગામે મજુરી કામ બાબતે બોલાચાલીનો ખાર રાખી લોખંડ સળિયા વડે માર માર્યો.
તાલુકા પોલીસે આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી

( પ્રવિણ વય્સ્સ દ્વારા ) મોરબી : રાજપર ગામે મજુરી કામ અર્થે બોલાચાલી થયાનો ખાર રાખી એક શખ્શે યુવાનને લોખંડ સળિયા વડે માથાના પાછળના ભાગે એક ઘા મારી ગંભીર ઈજા પહોંચાડી હતી મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે.
મોરબીના વિસીપરામાં રહેતા કાસમ કાદર કાજડીયા (ઉ.વ.૩૦) વાળાએ આરોપી અર્જુન અરવિંદભાઈ દેવીપુજક (રહે કુબેર ટોકીઝ પાસે મોરબી વાળા ) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ફરિયાદી કાસમને ત્રણેક દિવસ પહેલા અર્જુનભાઈ સાથે મજુરી કામ અર્થે બોલાચાલી થઇ હતી જેનો ખાર રાખી તા. ૨૨ ના રોજ રાજપર ગામે સરકારી અનાજના ગોડાઉનમાં ફરિયાદી કાસમ અને શેઠ પરેશભાઈ આઈસર ટાયરમાં પંચરનું કામ કરતા હતા ત્યારે જેમ ફાવે તેમ ગાળો બોલી આરોપીએ યુવાનને જાનથી મારી નાખવાના ઈરાદે લોખંડ સળીયો વડે માથાના પાછળના ભાગે એક ઘા મારી ગંભીર ઈજા પહોંચાડી હતી મોરબી તાલુકા પોલીસે આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
(1:00 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
