News of Tuesday, 25th November 2025
મોરબીના રામચોક નજીકની શેરીઓમાં ઉભરાતી ગટરથી સ્થાનિકો ત્રાહિમામ.
ગટર ઉભરાવાના કારણે આખા રોડ પર ગટરના ગંદા પાણી ભરાયેલા રહે છે. સફાઈ કર્મીઓ સફાઈ કરી જાય છતાં બીજા દિવસે ફરીથી ગટર ઉભરાવાની સમસ્યા

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબીના રામચોક પાસે આવેલી બેંક ઓફ મહારાષ્ટ્ર પાસે ગટર ઉભરાવાની સમસ્યાથી લોકો પરેશાન થઈ ગયા છે. ગટરના પાણી છલકાઈને રોડ પર ફરી વળે છે. છેલ્લા 3 વર્ષથી આ સમસ્યાનો સામનો લોકો કરી રહ્યા છે.
સ્થાનિકોનો જણાવ્યા પ્રમાણે ગટર ઉભરાવાના કારણે આખા રોડ પર ગટરના ગંદા પાણી ભરાયેલા રહે છે. સફાઈ કર્મીઓ આવીને સફાઈ કરી જાય છે પરંતુ બીજા દિવસે ફરીથી ગટર ઉભરાવાની સમસ્યા સર્જાય છે. જેના કારણે રોગચાળો ફાટી નીકળવાનો પણ ભય સતાવી રહ્યો છે. લોકો માગ કરી રહ્યા છે કે આ સમસ્યાનું કાયમી નિરાકરણ કરવામાં આવે.
(1:14 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
