તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 25th November 2025
ટંકારાના જબલપુર ગામે ૭૦ વિઘાનો મગફળીનો ભૂકો આગમાં ભસ્મિભૂતઃ પશુપાલકને લાખોનું નુકસાન : જુઓ વિડીયો
જબલપુર ગામે રહેતા રાજુભાઈએ પોતાનો ચારો જે જગ્યાએ રાખ્યો હતો ત્યાં મગફળીનો ભૂકો સંગ્રહ કરાયો હતા તે જ જગ્યાની બાજુમાં નાનું મંદિર હોવાથી ત્યાં દિવાની જ્યોત પ્રગટાવવામાં આવી હતી આ દિવાની જ્યોતથી આગ લાગી હોવાનું અનુમાન

(જયેશ ભટ્ટાસણા દ્વારા)ટંકારા તા.૨૫: ટંકારાના જબલપુર ગામે ૭૦ વિઘાનો મગફળીનો ભૂકો આગમાં ભસ્મિભૂત થઈ જતા પશુપાલક માલધારીને લાખોનું નુકસાન થયું છે.
ટંકારા તાલુકાના જબલપુર ગામે મોડી રાત્રે લગભગ ૩ વાગ્યાના સુમારે પ્લોટ વિસ્તારમાં મગફળીના ભૂકામાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આગની જ્વાળાઓ એટલી ઝડપથી ફેલાઈ કે જોતજોતામાં ૭૦ વિઘાના મગફળીના ભૂકો ભસ્મીભૂત થઈ ગયો હતો અને લાખો રૂપિયાની રાખ કરી નાખી હતી. જબલપુર ગામે રહેતા માલધારી ધંધો કરતા રાજુભાઈએ પોતાનો ચારો જે જગ્યાએ રાખ્યો હતો ત્યાં મગફળીના ભૂકા સંગ્રહ કરાયા હતા. તે જ જગ્યાની બાજુમાં નાનું મંદિર હોવાથી ત્યાં દિવાની જ્યોત પ્રગટાવવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં એવું બહાર આવ્યું છે કે દિવાની જ્યોતથી આગ લાગી હોવાનું અનુમાન છે.આગની જાણ ગામના સરપંચ પ્રવીણભાઈ પરમારને થતાં તેમણે તુરત જ ટંકારા પોલીસ સ્ટેશન તેમજ ફાયર બ્રિગેડના કંટ્રોલ રૂમમાં જાણ કરી હતી. સમાચાર મળતાં જ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે દોડી આવી અને આગ પર કાબૂ મેળવવા જહેમત ઉઠાવી હતી. જોકે તે પહેલાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને મોટાભાગનો માલ બળીને રાખ થઈ ગયો હતો.
(11:21 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
