<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th November 2025

ગુજરાત ઝોનના ડાયમંડ જયુબિલી વર્ષની ઉજવણીના ભાગ રૂપે બ્રહ્માકુમારીઝ દ્વારા અમરેલી શહેરમાં શાંતિયાત્રા નીકળી

 

અમરેલીઃ પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય ગુજરાત ઝોનની ૬૦ વર્ષની ઈશ્વરીય સેવા ના ડાયમંડ જયુબિલી વર્ષની ઉજવણીના ભાગરૂપે અમરેલી શહેર તથા જેસીંગપરા ખાતે બિલિયન મિનિટસ ઓફ પીસ અપીલ પ્રોજેકટ અંતર્ગત ૫૦૦થી વધુ સેવાકેન્‍દ્રો ધ્‍વારા શાંતિમય સંસારના નિર્માણના લક્ષ્ય સાથે એકજ સમયે અને એકજ દિવસે સવારના ૭ કલાકે શ્વેત વષાધારી રાજયોગી ભાઈ બહેનો શાંતિદૂત બની શાંતિયાત્રામાં જોડાયા હતા. તેઓની મોનનામંત્ર સાથે શાંતિ આત્‍માનો સ્‍વધર્મ છે. અને શાંતિ આપણી શ્રેષ્ઠ સંસ્‍કળતિ છે. તેવા શુભસંદેશા સાથે આ શાતિયાત્રાને ડીવાયએસપી અશોકસિંહ ગોહિલ તથા ડો. દવે તથા બ.કુ. ગીતાદીદીએ શાંતિયાત્રાને પ્રસ્‍થાન કરાવેલ આ યાત્રા સીનિયર સીટીઝન પાર્કથી પ્રસ્‍થાન કરી નાગનાથ મંદિર, જિલ્લા પંચાયત, મોટુ બસ સ્‍ટેન્‍ડ, રાજકમલચોક રાજમાર્ગો પર પસાર થઈ શાંતિનો સંદેશો સમગ્ર શહેર અને વિશ્વમાં ફેલાવ્‍યો. સમાપન સ્‍થળે કલેકટર શ્રી વિકલ્‍પ ભારદ્વાજ નાયબ કલેકટરશ્રી નકિયાએ શુભેચ્‍છાઓ પાઠવેલ. સાથે સાથે બ્રહ્માકુમારીઝ મન મના ભવન જેસીંગપરા ધ્‍વારા પણ જેસીંગપરાના મુખ્‍યમાર્ગો પરથી શાંતિયાત્રા પસાર થઈ શાંતિનો સંદેશો ફેલાવ્‍યો હતો. આ શાંતિયાત્રાનો મુખ્‍ય ઉદેશ્‍ય સર્વ માનવબંધુ માટે શાંતિનું પ્રેરકસ્ત્રોત બનવાનો હતો. તેમ. ફિલ્‍ડ રીપોટર બ્ર.કુ. આઈ.પી. બારડની યાદી જણાવે છે.

(12:12 PM IST)