તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 25th November 2025
ચાંપરડા ખાતેની જય અંબે હોસ્પિટલમાં સગીરાના પેટમાં ૯૦૦ ગ્રામની અંડાશય ગાંઠની સફળ સર્જરી

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા. ૨૫: ચાંપરડા ખાતે આવેલી જય અંબે હોસ્પિટલ માં એક પ્રશંસનીય અને સફળ સર્જરી કરવામાં આવી છે. જૂનાગઢના રીટાબેન મકવાણા ઉ. વ. ૧૫ નામની સગીરાના પેટમાં લગભગ ૯૦૦ ગ્રામ જેટલી મોટી અંડાશયની ગાંઠ જોવા મળી હતી.
પરિવારની ચિંતા વચ્ચે તેઓને તાત્કાલિક સારવાર માટે જય અંબે હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા, જ્યાં અનુભવી સર્જન ડો. કેતન બોરખતરિયાની કુશળ ટીમ દ્વારા ગાંઠ દૂર કરવાની એટલી જટિલ અને જોખમી સર્જરી સંપૂર્ણ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી.
આ સર્જરી માત્ર સફળ જ નહીં પરંતુ દર્દી રીટાબેન મકવાણા હવે સંપૂર્ણ સ્વસ્થતા તરફ આગળ વધી રહ્યા છે. જે હોસ્પિટલની તબીબી સુવિધાઓ, સર્જનની કુશળતા અને સમગ્ર ટીમના સમર્પણનું પરિણામ છે.
જૂનાગઢ તથા આસપાસના વિસ્તારો માટે આ એક પ્રેરણાસ્પદ ઉદાહરણ છે કે સમયસર તપાસ, યોગ્ય નિદાન અને નિષ્ણાતોની સારવાર દ્વારા મોટામાં મોટી જટિલતા પણ દૂર કરી શકાય છે.
સંતશ્રી મુક્તાનંદબાપુની પ્રેરણા અને આશીર્વાદથી કાર્યરત જય અંબે હોસ્પિટલ - ચાંપરડા દર્દીઓ માટે વિશ્વસનીય સારવાર અને ઉત્તમ તબીબી સેવા પ્રદાન કરવામાં અગ્રેસર આરોગ્ય મંદિર છે.
(11:08 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
