તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Tuesday, 25th November 2025
સાયલા પાસે કન્ટેનર પલટી મારી જતાં પાંચ કિ.મી. સુધી ટ્રાફિક જામ સર્જાયો

વઢવાણ, તા. રપઃ સુરેન્દ્રનગર જિલ્લાના - સાયલા બાયપાસ નજીક કન્ટેનર પલટી મારી જતાં પાંચ કિ.મી. ટ્રાફિકજામ સર્જાયો હતો. અકસ્માતમાં ડ્રાઈવરને ગંભીર ઈજા પહોંચતા સુરેન્દ્રનગરની હોસ્પિટલમાં રીફર કરાયો હતા.
વહેલી સવારે જામનગરથી સેલવાસ પ્લાસ્ટિકના દાણા ભરેલા કન્ટેનરના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા કન્ટેનર પલટી મારી ગયું હતું અને તેમાં ભરેલા પ્લાસ્ટિકના દાણા રોડ પર વેરાઈ ગયા હતા.
અકસ્માતમાં કન્ટેનરના ડ્રાઇવરને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા તેને તાત્કાલિક સાયલા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો, જ્યાંથી વધુ સારવાર માટે તેને સુરેન્દ્રનગર રીફર કરવામાં આવ્યો હતો. કન્ટેનર રોડ પર પલટી મારી જતાં રાજકોટ તરફ જવાનો સિક્સ-લેન હાઇવે સંપૂર્ણપણે બંધ થઈ ગયો હતો. મોડી સાંજ સુધી કન્ટેનર હાઇવે પરથી હટાવામાં સ્થાનિક તંત્ર નિષ્ફળ રહેતા સર્વિસ લાઇન પર વાહનોની લાંબી લાઈનો લાગી હતી. સાયલા પોલીસ દ્વારા ઓવરબ્રિજ આગળથી ટ્રાફિક ડાયવર્ટ ન કરાતાં વાહનચાલકોને અકસ્માત સ્થળ સુધી પહોંચ્યા પછી પરત ફરવું પડયું હતું, જેના કારણે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો.
રાજકોટ જીલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરીયા વિરૂધ્ધ
આક્ષેપ કરનારને દસ કરોડની માનહાનિની નોટિસ ફટકારાઇ
(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા.૨૫: રાજકોટ જીલ્લા ભાજપ પ્રમુખ અને ગોંડલ માર્કેટિંગ યાર્ડના ચેરમેન અલ્પેશભાઇ ઢોલરીયાએ રાજકોટના મહેશ હીરપરા સામે રૂપિયા દસ કરોડની માનહાનિ ની નોટિસ ફટકારી છે. તેઓએ જણાવ્યું હતું હું મહેશ હીરપરા ને કોઈ પણ રીતે તેમને મળ્યો નથી કે ઓળખતો નથી. માત્ર ને માત્ર મને બદનામ કરવાના ઇરાદા સાથે મારા વિરુદ્ધ અરજી કરેલ છે જેથી મેં મારા એડવોકેટ મારફત બદનક્ષી બદલની નોટિસ પાઠવી આ નોટિસ મળ્યે દિવસ ૧૫ માં અલ્પેશભાઈ ઢોલરીયા સામે કરેલ ફરિયાદ અરજી પરત ખેંચી લેવા, લેખિતમાં માફી માંગી લેવા તથા માનસિક આર્થિક સામાજીક વ્યવસાયિક સ્તરે ગંભીર અસર પડેલ હોય જેની પીડા અલ્પેશભાઇ તેમજ તેનો પરિવાર ભોગવી રહેલ હોય તેના નુકસાનીના વળતર પેટે રૂપિયા દસ કરોડ ચૂકવવા તાકીદ કરેલ છે. અલ્પેશભાઇ ઢોલરીયા ના એડવોકેટ તરીકે ગોંડલના શિવલાલ ભંડેરી, નિરંજય ભંડેરી, પ્રજ્ઞા ભંડેરી, રવિરાજ ઠકરાર તેમજ કુલદીપસિહ જાડેજા (કાલમેઘડા) રોકાયેલ છે.
(11:42 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
