તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 25th November 2025
‘સેન્યાર' વાવાઝોડાની અસરથી ગુજરાત મુકત રહેશે પણ...
અરબ સાગરમાં એક અન્ય સીસ્ટમ આ સમયગાળામાં જ મજબૂત બનશે તેનો પ્રભાવ ગુજરાત પર પડશે ખરો ?

(મહમ્મદ રાઠોડ દ્વારા) વાંકાનેર તા. રપ :.. બંગાળની ખાડીના દક્ષિણ હિસ્સામાં બનેલ લો-પ્રેસર સીસ્ટમ વધુ મજબૂત બનીને હવે ડીપ્રેશન બની ચૂકી છે. અને આવતીકાલે તે બંગાળની ખાડીમાં જ વાવાઝોડું ‘સેન્યાર' બની શકવાની પુરી સંભાવના હવે હવામાન વિભાગ વ્યકત કરે છે. આ વાવાઝોડાનો ટ્રેક હવામાન વિભાગ હવે સત્તાવાર સાર્વજનિક કરશે. જો કે આ વાવાઝોડુ દેશના દક્ષિણ અને ઉત્તર-પૂર્વના રાજયોને જ પૂર્ણ રીતે પ્રભાવિત કરશે એ હવે નિશ્ચિત થઇ રહ્યું છે.
ત્યારે વાવાઝોડા ‘સેન્યાર'૪ ની અસરથી ગુજરાત ભલે મુકત રહેશે પણ હાલ દેશના દક્ષિણ વિસ્તારના સમુદ્રોમાં એક સાથે ત્રણ - ત્રણ સીસ્ટમો સક્રિય થયેલ. જોવા મળી રહી છે. એક ‘સેન્યાર' બનનારી મજબૂત સીસ્ટમ, બીજી શ્રીલંકા નજીકની લો પ્રેસર સીસ્ટમ અને ત્રીજી અરબ સાગરમાં ઉદભવેલી સીસ્ટમ કે જે સીસ્ટમ પણ મજબૂત બને તેવી પુરી સંભાવના આઇએમડીના ફોરકાસ્ટ મોડેલ મેપ્સથી જોવા મળે છે. ત્યારે આ સીસ્ટમો ત્રિવિધ પ્રભાવથી વાદળોની આવા જાહી ગુજરાત સુધી વિસ્તરી શકે છે.
ભલે હાલ આ ત્રણેય સીસ્ટમોમાંથી પણ સીસ્ટમ ગુજરાતને પ્રભાવિત નહીં કરી શકવાની સંભાવના દર્શાવાઇ રહેલ છે. પણ જો તેમાં ‘કંઇ' પરીવર્તન થાય તો તેમાં આヘર્ય નહીં ગણાય કારણ કે ભૂતકાળમાં વર્ષ ર૦૧૯ માં અરબ સાગરમાં સર્જાયેલ સીસ્ટમને કારણે ડીસેમ્બરની ચોથી તારીખ થી ૧પ તારીખ સુધી સૌરાષ્ટ્રમાં ભર શિયાળે વરસાદી માહોલ જોવા મળ્યો હતો.
જયારે એ પછીના વર્ષ ર૦ર૦ માં જાન્યુઆરી માસમાં મકર સંક્રાંતિના આગલા દિવસે તા. ૧૩-૧-ર૦ ના રોજ સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં કમોસમી માવઠું વરસ્યુ હતું. હાલના મોડેલ મેપ્સમાં કોઇ પરીવર્તન થાય તો ગુજરાતમાં કમોસમી માહોલ સર્જાય. જો કે હાલ આઇએમડી અનુસાર ગુજરાત માટે કોઇ એલર્ટ નથી.
(11:50 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
