તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 25th November 2025
મેંદરડા પાસે કાર નદીમાં પડતા બે મિત્રોના મોત
ગઢાળી ગામે લગ્નમાં આવતા હતાઃ કપડા ખરીદવા જતી વેળા અકસ્માતઃ પુલ ઉપરથી નીચે ખાબકીઃ ત્રણ મિત્રોને ઇજાઃ અરેરાટી

(ગૌતમ શેઠ દ્વારા) મેંદરડા તા. રપ :.. મેંદરડા તાલુકાના અમરાપુર ચાંદ્રાવાળી વચ્ચે રોડ પર વળાંકમાં ફોર વીલ નદીમાં પડી જતા બે ના મોત થયા છે.
તેઓ ગઢાડી ગામે મિત્રના લગ્નમાં આવ્યા હતાં. અને ગઢાળી થી મેંદરડા કપડા લેવા માટે પાંચ મિત્રો ફોર વ્હીલમાં આવતા હતા તેમાંથી બે ના મોત અને ૩ ને ઇજા થઇ છે.
જેમાં મહિપાલ અશોકભાઇ કુબાવત ગામ ચંદ્રવાડા તાલુકો માંગરોળ ત્થા કિશન લખમણભાઇ કાવાણી ગામ હડાણા તાલુકો બગસરાના મૃત્યુ થયેલ છે.
જુનાગઢના ધ્રુવીક પટેલ ત્થા વિમલ ધનસુખભાઇ રાણપરીયાને જૂનાગઢ ખાતે મેંદરડા સરકારી દવાખાને થી રીફર કરવામાં આવેલ છે. જયમિક મુકેશભાઇ પ્રજાપતિને સારવારમાંથી રજા થઇ હતી.
મેંદરડા પોલીસ સ્ટાફ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ચાંદ્રાવાડી ગામે હૃદયદ્રાવક અકસ્માત થયેલ. ચંદ્રાવાડી ગામ પાસે પુલ પર કારનું સ્ટીયરીંગ ફેલ થતાં વાહન સીધું નીચે નદીમાં પડયું હતું.
લગ્નની ખુશીમાં ગયેલા મિત્રોને અચાનક આવેલી આ આફતથી આખા વિસ્તારમાં શોક ફેલાયો છે. ઘર આંગણે લગ્નની તૈયારીઓ વચ્ચે માતમ છવાઇ ગયો છે. અકસ્માતના કારણોની પોલીસ તપાસ ચાલુ છે.
(12:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
