News of Tuesday, 25th November 2025
વેરાવળમાં સાયલેન્ટ કીલર - ધો. ૧૦ પાસ મેડીકલ લાઈનમાં નોકરી
કરતા યુવાને બે ખુનની કબુલાત આપી : એસ.પી જયદીપસિંહ જાડેજા

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા.૨૫: હુડકો સોસાયટી માં રહેતા ધો. ૧૦ પાસે ૨૪ વર્ષના યુવાને ચાર માસ માં ઠંડે કલેજે બે ના ખુન કરી નાખેલ હતા ચાર થી પાંચ અલગ અલગ હોસ્પીટલોમાં આરોગ્યનું જ્ઞાન મેળવી ધરે સારવાર અથવા સેમ્પલ લેવાના બહાને ઠંડે કલેજે ખુન કરી હોવોની કબુલાત કરતા પોલીસે બે હત્યા અને લુંટના આરોપીને ઝડપેલ છે.
ગીર સોમનાથ એસ.પી જયદીપસિંહ જાડેજા એ પત્રકારોને જણાવેલ હતું કે કોઈપણ કલ્પી ન શકે વિચારી ન શકે તેવા હત્યાના બનાવો બનેલ છે ધરે તબીબી સારવાર લોહી ના સેમ્પલ લેવા આવતો યુવાન દ્વારા બે હત્યા કરી લુંટ કરી છે.
જેમાં તા. ૧૧/૧૧ ના રોજ માનવ રેસીડેન્સી માં રહેતા ભાવનાબેન અરૂણભાઈ ચાંડેગરા ને થોઈરોડ ની સમસ્યા હોવાથીતેની બાજુમાં રહેતા અને ખાનગી હોસ્પીટલ નોકરી કરતા શ્યામ નાથાભાઈ ચૌહાણ ઉ.૨૪ સવારે ૧૧ વાગ્યે ધરે આવીશ તેમ કહી તેમને ધરે બોલાવેલ હતા તે પહોચેલ ત્યારે પાડોશી સાથે બેઠા હોવાથી તે પરત ફરી ગયેલ હોય ત્યારબાદ નજર રાખતો હોય બહેન એકલા પડતા તે ધરમાં પહોચી ગયેલ હતો અને નીયોવેક ના ઓવર્ડ ડોઝનું ઈન્જીકશન ભરી હાથ માં આપેલ હતું આ ઈન્જેકશન ઓપરેશન વખતે બેભાન કરવામાં અપાય છે આથી બહેને ફરીયાદ કરેલ કે મને ધેન ચકકર આવે છે તેથી તેણે બહેનને જણાવેલ હતું કે તમે સેટી માં શાંતિ થી સુઈ જાવ બેભાન બની જતા રૂ ના નેપકીન થી શ્વાસ રૂધાવી તેમની હત્યા કરેલ હતી તેમને પહેરેલ સોનાની ચેઈન,બુટી કાઢી લઈ દરવાજે ઘરમાં પડેલ તાળુ મારી નાશી ગયેલ હતો.
શ્યામ ચૌહાણે કબુલાત આપેલ હતી કે દીવાળી ના દિવસે મીત્ર ની સોનાની ચેઈન લીધેલ તેની લોન્ડ લોન લઈને પૈસા મોજશોખ માં ઊડાડી દીધેલ હતા તેમજ ગાડીનો હપ્તો ભરવા માટે આ હત્યા કરેલ હતી.
એસ.પી એ જણાવેલ હતું કે તા.૧૧/૧૧/૨૫ ના રોજ અકસ્માત મોત તપાસ ના કામ માટે સાચી દીશામાં તપાસ કરવાની શરૂઆત કરેલ જેમાં પી.આઈ એચ.આર. ગૌસ્વામી, પી.એસ.આઈ આર.આર.રાયજાદા સર્વેન્સ સ્ટાફ તથા ચોકી સ્ટાફ ની અલગ અલગ ટીમો બનાવનીને કામગીરી સોપેલ છે મેડીકલ સ્ટોર, સીસીટીવી કેમેરા,બેંક તથા ગોલ્ડ લોન આપતી સસ્થાઓ,કોલ ડીટેઈ, જેવલરી શોપ,ખાનગી બાતમીદારો પાસેથી હકકીત મેળવવાનું ચાલુ કરેલ હતુ જેમાં દરવાજા પાસે ઈન્જીકેશન ટુટી ગયેલ મળી આવેલ હતું જેથી આ દીશામાં તપાસ શરૂ કરેલ અને ખાનગી હોસ્પીટલ માં નોકરી કરતા આરોપીને ઝડપેલ હતો આ આરોપીએ ચાર માસ પહેલા તા.૨૧/૭/૨૫ ના રોજ બે વર્ષથી મીત્રત્રા ધારવતો અભિષેક નૈના ને મોત ધાટ ઉતારેલ હતો તેમાં તેણે જણાવેલ હતું કે શરીર માં દુઃખાવો હોવાથી ઘરે બોલાવેલ હતો જેથી તે એકલો હોવાથી સોડા લઈ તેમાં રમોર્ફ ૧૦એમજી દવાનો ઓર્વર ડોઝ નાખી બેભાન કરી મરણ જનાર ના મોઢા ઉપર ઓસીકાનો ડુચો લઈ મારી નાખેલ હતો તેમના હાથ માં સોનાની વીટી તેમજ રોકડા રૂા. ૭૧,૦૦૦ લઈ મુખ્ય દરવાજો આકડીયો દઈ નાશી ગયેલ હતો લુંટ કરેલ રકમ આરોપી એ ગલફેન્ડ ના મંગળસુત્ર બનાવવામાં ખર્ચેલ હતી તે કબુલાત આપેલ છે
એસ.પી જયદીપસિંહ જાડેજા એ જણાવેલ હતું ધો. ૧૦ પાસ ૨૪ વર્ષનો શ્યામ ચૌહાણ ત્રણ થી ચાર હોસ્પીટલ માં કંમ્પાઉન્ડ તરીકે નોકરી કરતો હોય જેમાં ઈન્જીકશન મારવામાં હાથરોટી આવી ગયેલ હોય તે આઈ.સી.યુ માં જઈ દર્દીને ઈન્જીકશન મારતો હતો પ્રતિબંધતી દવાઓ ફકત ડોકટર પોતાના માર્ગદર્શન હેઠળ આપી શકે છે હોસ્પીટલના સંચાલકોની મોટી બેદરકારી સામે આવેલ છે તમામ ને નોટીસ આપી બોલાવવામાં આવશે અને તેની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવેલ હતું.
મેડીકલ ક્ષેત્રના જાણકાર ડોકટરો તથા સ્ટાફે જણાવેલ હતું કે નીયોવેક, એનેથેસીયા ઓપરેશન ઉપયોગ કરવામાં આવે છે તેની અસર વધારે માં વધારે ચાર થી પાંચ કલાક સુધી રહે છે ત્યારબાદ કોઈ અસર રહેતી નથી અને તે કોઈપણ એફએસએલ માં પણ આવી શકે નહી તેવું આ ઈન્જીકશન છે જેથી આરોપીએ દર્દીઓને દવા આપવના બહાને ઘરે આવતો જતો હોય પરીવારોથી જાણીતો બની ગયેલ હોય એકલતાનો લાભ લઈ મોત નિપજાવી દાગીના કે રોકડ લુંટી કરી લઈ જતો હોય તેવી ગુનો કરવાની મોડસ ઓપરેન્ડી હતી.
ઠંડા કલેજે બે હત્યા કરી લુંટ કરનાર આરોપી સામે પોલીસે જુદી જુદી કલમો નોધી ગુનો દાખલ કરી ભુતકાળ માં કોઈ કળત્ય કરેલ છે કે નહી તેની તપાસ શરૂ કરેલ છે.
(12:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
