<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th November 2025

કાલે જેતપુરમાં સવજીભાઇ કોરાટની ર૭મી પુણ્‍યતિથીએ વિવિધ સેવાકાર્યો

જશુબેન કોરાટ, ડો. પ્રશાંત કોરાટ, જયેશભાઇ રાદડિયા સહિતના ઉપસ્‍થિત રહેશે

(કેતન ઓઝા દ્વારા) જેતપુર, તા. રપઃ સૌરાષ્‍ટ્રના છોટે સરદાર નિડર અને ખંતીલા અને લોક હદય સમ્રાટ કેબીનેટ મંત્રી અને જેતપુર વિસ્‍તારના પનોતા પુત્ર ગર્વશીલ વ્‍યક્‍તિ માનનીય સ્‍વ. સવજીભાઈ કોરાટ ની ૨૭ મી પુણ્‍યતિથી નિમીતે કાલે વિવિધ કેમ્‍પનું આયોજન કરેલ છે. આ કેમ્‍પમાં લાભ લેવા જરૂરીયાત મંદ લોકોને આમંત્રણ છે.

જે.સી.આઈ. જેતપુર બ્‍લડ ડોનેશન કેમ્‍પ સવજીભાઈ કોરાટ ટ્રસ્‍ટ સંચાલીત કોઠારી મેટરનીટી હોમ, બસ સ્‍ટેન્‍ડ સામે, જેતપુર ખાતે સવારે ૯.૦૦ કલાકે યોજાશે.

જે.સી.આઈ. જેતપુર દ્વારા આયોજીત સર્વ રોગ નીદાન કેમ્‍પ સવજીભાઈ કોરાટ ટ્રસ્‍ટ સંચાલીત કોઠારી મેટરનીટી હોમ, બસ સ્‍ટેન્‍ડ સામે, જેતપુર. સવારે ૯.૦૦ કલાકે યોજાશે.

લાયન્‍સ ક્‍લબ ઓફ જેતપુર દ્વારા આયોજીત પશુરોગ નિદાન તથા સારવાર કેમ્‍પ ગૌશાળા, જુની સાંકળી ખાતે કાલે સવારે ૯.૦૦ કલાકે યોજાશે.

આ તકે ઉદ્ધાટક જશુબેન કોરાટ - પૂર્વ મંત્રી ગુજરાત રાજ્‍ય મુખ્‍ય મહેમાન ડો. પ્રશાંતભાઈ સવજીભાઈ કોરાટ પ્રમુખ, યુવા ભાજપ ગુજરાત પ્રદેશ,  જયેશભાઈ રાદડીયા ધારાસભ્‍ય જેતપુર જામકંડોરણા, શ્રી અલ્‍પેશભાઈ ઢોલરીયા પ્રમુખશ્રી રાજકોટ જી. ભાજપ,  મનસુખભાઈ ખાચરીયા પૂર્વ પ્રમુખશ્રી રાજકોટ જી. ભાજપ, શ્રી રાજુભાઈ પટેલ પ્રમુખ સરદાર પટેલ કેળવણી મંડળ જેતપુર  અતિથી વિશેષ મેનાબેન ઉસદડીયા પ્રમુખશ્રી જેતપુર નવાગઢ નગરપાલીકા,  ગોરધનભાઈ ધામેલીયા ચેરમેન રાજકોટ જીલ્લા દુધ ડેરી, પ્રવિણભાઇ કયાડા સભ્‍ય શ્રી જીલ્લા પંચાયત રાજકોટ, વસંતભાઈ પટેલ પ્રમુખ જેતપુર ચેમ્‍બર ઓફ કોમર્સ, જેન્‍તીભાઈ ચમોલીયા પ્રમુખ જેતપુર ડા.પ્રિ. એસોશીયન્‍સ ઉપસ્‍થિત રહેશે.

(1:00 PM IST)