News of Tuesday, 25th November 2025
ખંભાળિયામાં ગાંજા સાથે બે શખ્સો ઝડપાયા
વરવાળાના વળધ્ધને ગાંજા સાથે ઝડપી લેતી દ્વારકા પોલીસ

જામ ખંભાળિયા, તા. ૨૫: શક્તિનગર વિસ્તારમાં શીરૂ તળાવ પાસે રહેતા પ્રવીણ વસંત લાખાભાઈ રાઠોડ નામના ૪૦ વર્ષના શખ્સના મકાનમાં એસ.ઓ.જી. પોલીસે દરોડો પાડી, આ સ્થળેથી રૂપિયા ૬૦,૮૦૦ ની કિંમતનો ૧૨૧૬ ગ્રામ ગાંજાનો જથ્થો પોલીસે કબજે કર્યો હતો.
આ દરોડા દરમ્યાન પોલીસે પ્રવીણ વસંત રાઠોડ અને અહીંના શાંતિ નિકેતન વિસ્તારમાં રહેતા સમીર શંકર લખુભાઈ વાઘેલા (ઉ.વ. ૨૪) નામના બે શખ્સોની અટકાયત કરી હતી. આ પ્રકરણમાં મહારાષ્ટ્રના નંદુરબાર ખાતે રહેતા રાજુ નામના એક શખ્સનું પણ નામ ખુલવા પામ્યું છે. જે અંગે પોલીસે એન.ડી.પી.એસ. એક્ટ મુજબ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. વી.આર. વસાવા દ્વારા હાથ ધરવામાં આવી છે.
દ્વારકા વિસ્તારમાં સ્થાનિક પી.આઈ. એ.એલ. બારસીયા તેમજ પી.એસ.આઈ. ડી.એ. વાળાની ટીમ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં વરવાળા ગામના જાફર અબ્દુલ ભટ્ટી નામના ૬૫ વર્ષના વળદ્ધની રૂપિયા ૩૨,૩૦૦ ની કિંમતના ૬૪૬ ગ્રામ ગાંજાના જથ્થા સાથે અટકાયત કરવામાં આવી હતી.
(1:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
